Jamnagar

જામનગર શહેર અને નજીકના વિસ્તરમાં જુદા જુદા ચાર સ્થળે પોલીસના દરોડા: ઈંગ્લીશ દારૂ ઝડપાયો

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગર પોલીસે 4 સ્થળેથી રૂ. 27,630નો વિદેશી દારૂ ઝડપ્યો. પંચકોશી-એ પોલીસે હાપા અને ઠેબા ગામ પાસેથી વિજય કાનગડ અને સંજય રાઠોડને 500-500 રૂપિયાના દારૂ સાથે પકડ્યા. સિટી-સી પોલીસે દિગ્જામ સર્કલ પાસેથી જયપાલસિંહ ઝાલાને 1,130 રૂપિયાના દારૂ સાથે ઝડપી લીધો, જ્યારે ભવ્યદીપસિંહ વાળા ફરાર છે. સિક્કા પોલીસે ભાવેશ પરમાર અને વિશાલ ચૌહાણ પાસેથી 25,500 રૂપિયાનો દારૂ કબજે કર્યો. પોલીસે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેર અને નજીકના વિસ્તરમાં જુદા જુદા ચાર સ્થળે પોલીસના દરોડા: ઈંગ્લીશ દારૂ ઝડપાયો

Jamnagar: જામનગર અને આસપાસના વિસ્તારોમાં પોલીસે પ્રોહિબિશનની અલગ-અલગ કાર્યવાહીમાં ચાર સ્થળેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો. પોલીસે કુલ રૂ.27,630ની કિંમતનો દારૂ કબજે કરી ચાર આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે એક આરોપી ફરાર હોવાનું જાહેર થયું છે.

પંચકોશી-એ પોલીસે હાપા ગામથી ઠેબા ગામ તરફ જતા રોડ પર રેલવે ફાટક પાસે કાર્યવાહી કરી હતી. અહીં હાપા ગામે રામમંદિર પાસે રહેતા ૪૨ વર્ષીય વિજયભાઈ ભીમાભાઈ કાનગડ પાસેથી પરમિટ વગરના ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટિકની પાંચ ચપટી બોટલ, કિંમત રૂ.500, મળી આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

ત્યારબાદ ઠેબા ગામ બસ સ્ટેન્ડ આગળ પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં ઠેબા બાયપાસ લુમ્બીનગરમાં રહેતા ૩૫ વર્ષીય સંજયભાઈ મોહનભાઈ રાઠોડ પાસેથી પણ પરમિટ વગરના દારૂની પાંચ પ્લાસ્ટિકની ચપટી બોટલ, કિંમત રૂ.500, મળી આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

સીટી-સી પોલીસની ટીમે દિગ્જામ સર્કલથી આરવ હાઇટ્સ તરફ જતા રોડ પર કાર્યવાહી કરતાં રામેશ્વરનગર-રાંદલનગર વિસ્તારમાં રહેતા ૨૭ વર્ષીય જયપાલસિંહ ચંદુભા ઝાલા પાસેથી ગેરકાયદે ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની ‘ગ્રીન લેબલ એક્સપોર્ટ સ્પેશિયલ વ્હિસ્કી’ની બે સીલબંધ બોટલ, કિંમત રૂ.1,130, મળી આવી હતી. પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસ ફરિયાદમાં આ દારૂનો જથ્થો ભવ્યદીપસિંહ વાળા, રહે. જામનગર, દ્વારા પૂરો પાડવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે અને તેની ધરપકડ બાકી હોવાનું નોંધાયું છે.

સિક્કા પોલીસે રાધાસ્વામી સોસાયટી પાસે જાહેરમાં કાર્યવાહી કરતાં ભાવેશભાઈ હસમુખભાઈ પરમાર, ઉંમર 18, અને વિશાલભાઈ મુકેશભાઈ ચૌહાણ, ઉંમર 25, બંનેને ઝડપી લીધા હતા. બંને પાસેથી પરમિટ વગરની પરપ્રાંતીય દારૂની કુલ 170 પ્લાસ્ટિકની ચપટી બોટલ, કિંમત રૂ.25,500, મળી આવી હતી. જેમાં ‘ઓલ સીઝન ગોલ્ડન કલેક્શન રિઝર્વ વ્હિસ્કી’ની 80 તથા ‘પાર્ટી સ્પેશિયલ ધ ઓરિજિનલ ગોલ્ડ પ્રીમિયમ વ્હિસ્કી’ની ૯૦ બોટલનો સમાવેશ થાય છે.

આમ, ચારેય કાર્યવાહીમાં પોલીસે કુલ 182 ચપટી/બોટલ દારૂનો જથ્થો અને રૂ.27,630નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે પ્રોહિબિશન અધિનિયમની જુદી-જુદી કલમો હેઠળ ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.