Jamnagar

જામનગર શહેરમાં ગઈકાલે પોલીસના દારૂ અંગે બે સ્થળે દરોડા, રૂ.2,08,260નો મુદ્દામાલ કબજે

By GS Team
13 Sep 20261 min read
TukuTouch Logo
જામનગર પોલીસે દારૂની હેરાફેરી અને વેચાણ સામે કાર્યવાહી કરી. રણજીતસાગર રોડ પરથી 50 બોટલ વિદેશી દારૂ અને 87 ચપટા સાથે સેન્ટ્રો કારમાંથી રૂ.1,85,844નો મુદ્દામાલ જપ્ત કર્યો. શંકરટેકરી વિસ્તારમાં પણ દરોડો પાડી 30 બોટલ વિદેશી દારૂ કબ્જે કર્યો. કુલ રૂ.2,08,260નો મુદ્દામાલ જપ્ત થયો, જોકે મુખ્ય આરોપીઓ ફરાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેરમાં ગઈકાલે પોલીસના દારૂ અંગે બે સ્થળે દરોડા, રૂ.2,08,260નો મુદ્દામાલ કબજે

Jamnagar: જામનગર શહેરમાં પોલીસે દારૂની હેરાફેરી અને વેચાણ સામે કાર્યવાહી કરી બે સ્થળે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો અને વાહન સહિત કુલ રૂ.2,08,260નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે બંને બનાવમાં મુખ્ય આરોપીઓ પોલીસને હાથ લાગ્યા નહોતા.

સીટી એ ડિવિઝન પોલીસે રણજીતસાગર રોડ પર ગ્રીનસિટી રોડ, રજવાડી ગોલા વાળી શેરીમાં ગ્રીન એવન્યુ સામે દરોડો પાડ્યો હતો. અહીંથી સફેદ રંગની સેન્ટ્રો કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કાચની સીલબંધ બોટલ નંગ-50, કિંમત રૂ.78,418 તથા વિદેશી દારૂના ચપટા નંગ-87, કિંમત રૂ.7,446 મળી આવ્યા હતા. પોલીસે રૂ.1 લાખની સેન્ટ્રો કાર સહિત કુલ રૂ.1,85,844નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રેઇડ દરમિયાન કારનો ચાલક હાજર મળી આવ્યો ન હતો. આ અંગે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઇ), 116(બી), 98(2) મુજબ ગુનો નોંધાયો છે.

બીજા બનાવમાં સીટી સી ડિવિઝન પોલીસે શંકરટેકરી વિસ્તારમાં ઇમામહુસેન પાંચ નંબરના ચોક પાસે એક વંડામાં દરોડો પાડ્યો હતો. અહીંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-30, કિંમત રૂ.22,416.90નો મુદ્દામાલ મળી આવ્યો હતો. સ્થળ પર નાજીર ઉર્ફે નાજલો નુરમામદ ધોધા, રહે. શંકરટેકરી, નવી નિશાળ પાસે, જામનગર હાજર મળી આવ્યો ન હતો અને તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.