જામનગરમાં રામેશ્વરનગર વિસ્તારમાં જુગારધામ પર પોલીસનો દરોડો : બે મહિલાઓ સહિત 5 શકુનીઓ ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Raid : જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી બે મહિલાઓ સહિત પાંચ લોકોને ઝડપી પાડ્યા છે. જ્યારે એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે.
પોલીસે રામેશ્વરનગર પટેલવાડી શેરી નં. 6 ખાતે દરોડો પાડી આરોપીઓને ગંજીપત્તા વડે "તીનપત્તી" નામનો જુગાર રમતા ઝડપી લીધા હતા. સ્થળ પરથી રૂ.13,300ની રોકડ રકમ અને 52 ગંજીપત્તા જપ્ત કરવામાં આવ્યા હતા. ક્યારેક જાહેરમાં જુગાર રમી રહેલા દિપક હસમુખભાઈ કોટેચા, આશિષ સંપતલાલ મહેતા, હાર્દિક ગુણવંતરાય ભટ્ટ, કાજલબેન મનુભાઈ માલદે, અને ભીનીબેન નારણભાઈ બોદર ની અટકાયત કરી લીધી હતી. આ ઉપરાંત પોલીસને જોઈને રણજીતસિંહ પરમાર નામનો શખ્સ ભાગી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે જેને પોલીસ શોધી રહી છે.આ મામલે સિટી બી. ડિવિઝન પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




