Jamnagar

જામનગરના ભીમવાસ વિસ્તારમાં ઇંગ્લિશ દારૂના વેચાણના અડ્ડા પર પોલીસનો દરોડો : દારૂના ચપટા કબજે, આરોપી ફરાર

By GS Team
3 Jul 20261 min read
TukuTouch Logo
જામનગરના ભીમવાસ વિસ્તારમાં સીટી "બી" ડિવિઝન પોલીસે દરોડો પાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. હનુમાનજી મંદિર પાસે જાહેર સ્થળેથી રૂ. 3,000ની કિંમતના 10 દારૂના ચપટા મળ્યા હતા. જોકે, આરોપી અજય પરમાર પોલીસને હાથ લાગ્યો ન હતો અને ફરાર છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના ભીમવાસ વિસ્તારમાં ઇંગ્લિશ દારૂના વેચાણના અડ્ડા પર પોલીસનો દરોડો : દારૂના ચપટા કબજે, આરોપી ફરાર

Jamnagar Liquor Raid : જામનગર શહેરના સીટી "બી" ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફે ભીમવાસ વિસ્તારમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો પર્દાફાશ કર્યો છે.
પોલીસે ભીમવાસ શેરી નં. 2 ખાતે લહનુમાનજી મંદિર પાસે જાહેર સ્થળે દરોડો પાડતાં વેચાણ માટે રાખવામાં આવેલા ઇંગ્લિશ દારૂના 10 ચપટા, કિંમત રૂ.3,000 કબજે કર્યા હતા. દરોડા દરમિયાન આરોપી અજય પરમાર (રહે. ભીમવાસ, જામનગર) સ્થળ પરથી મળી આવ્યો ન હતો અને હાલ ફરાર છે.
આ અંગે સીટી "બી" ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ), 116(બી) હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.