Jamnagar

જામનગર શહેર-જિલ્લામાં જુગારના 11 સ્થળે પોલીસના દરોડા : 14 મહિલા સહિત 71 જુગારીઓ ઝડપાયા

By GS Team
22 Aug 20264 mins read
TukuTouch Logo
જામનગર શહેર અને જિલ્લા પોલીસે છેલ્લા 24 કલાકમાં 11 સ્થળોએ દરોડા પાડી જુગાર રમતી 14 મહિલાઓ સહિત કુલ 71 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે રૂ.2,28,610 રોકડા અને ગંજીપત્તા કબજે કરી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે. જામજોધપુરમાં 12 મહિલાઓ સહિત કુલ 71 શખ્સો ઝડપાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેર-જિલ્લામાં જુગારના 11 સ્થળે પોલીસના દરોડા : 14 મહિલા સહિત 71 જુગારીઓ ઝડપાયા

Jamnagar Gambling Raid : જામનગર શહેર અને જિલ્લામાં પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી તેજ કરી છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કુલ 11 સ્થળે દરોડા પાડી 14 મહિલાઓ સહિત કુલ 71 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના આ દરોડાઓ દરમિયાન કુલ રૂ.2,28,610ની રોકડ રકમ તથા ગંજીપત્તાના પાના કબજે કરી જુગારધારા કલમ-12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જામજોધપુર પોલીસે રામવાડી-2ની સીતાપુંજ સોસાયટીમાં જાહેર રસ્તાના ખૂણે દરોડો પાડી ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતી મમતાબેન ભુવા, અલ્કાબેન સાપરીયા, ચંદ્રીકાબેન ભાલોડીયા, ઇલાબેન કણસાગરા, અસ્મીતાબેન સાપરીયા, કીંજલબેન ખાંટ, અમીતાબેન સાપરીયા, મંજુલાબેન સીતાપરા, રેણુકાબેન પટેલ, મંજુબેન પટેલ અને નીર્મળાબેન પટેલ સહિત 12 મહિલાઓને ઝડપી કાર્યવાહી કરી હતી.
કાલાવડ ગ્રામ્ય પોલીસે મેટીયા ગામે રામમંદિર પાછળના ખંડેરમાં તીનપત્તીનો જુગાર રમતા ખરેડીના રહીમભાઈ બોદુભાઈ દલ, મેટીયાના દરશરથસિંહ કીરીટસિંહ જાડેજા, ખરેડીના ભગાભાઈ રાણાભાઈ કોઠિયા, નરેશભાઈ શીવાભાઈ બથવાર અને મેટીયાના કાનાભાઈ ધોધાભાઈ માટીયાને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી મળેલી રોકડ ઉપરાંત સ્થળ પરથી રૂ.630 મળી કુલ રૂ.11,120 તથા ગંજીપત્તા કબજે કર્યા હતા.
લાલપુર પોલીસે નાંદુરી ગામના પાદરમાં દાવલશા પીરની દરગાહ પાસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ખીમાભાઈ પાલાભાઈ, ગોવાભાઈ કાનાભાઈ ગોજીયા અને મસરીભાઈ ખીમાણંદભાઈ ભારવાડીયાને ઝડપી લીધા હતા, જ્યારે હમીરભાઈ જેતાભાઈ કરંગીયાને નોટિસ આપવામાં આવી હતી. પોલીસે રૂ.3,680 રોકડા તથા ગંજીપત્તા કબજે કર્યા હતા.
પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસે ઠેબા ગામના ખારી વિસ્તારમાં તુલસીદાસસિંહના મકાનની બાજુમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી જામનગરના સુનીલભાઈ ખીમદાસ સોલંકી, નાની ભલસાણ-બેરાજાના અમરદાસભાઈ શિવરામભાઈ પરમાર, સિક્કાના શબ્બીરભાઈ સલીમભાઈ સુભાણીયા, સિક્કાના દિપેશભાઈ ભરતભાઈ લોહાણા અને ઠેબાના જગદિશ ઉર્ફે લાલો ખેતાભાઈ વાઘેલાને ઝડપી લીધા હતા. ઉપરાંત સિક્કાની સરોજબા વિજયસિંહ જાડેજા અને કિજલબેન દિપેશભાઈ સહિત બે મહિલાઓ સામે નોટિસથી કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે સ્થળેથી રૂ.33,250 તથા ગંજીપત્તા કબજે કર્યા હતા.
મેઘપર (પડાણા) પોલીસે ઝાખર ગામે તુલશી પાનની દુકાન પાસે સ્ટ્રીટલાઇટના અજવાળામાં તીનપત્તીનો જુગાર રમતા વીશાલભાઈ ખીમજીભાઈ પુરોહિત, હરપાલસિંહ ઉર્ફે કારીયો બળવંતસિંહ જાડેજા, લખુભાઈ હીરાભાઈ પરમાર, હરદેવસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા અને પ્રકાશગીરી કરશનગીરી મેઘનાથીને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ.26,400 તથા ગંજીપત્તા કબજે કરાયા હતા. જ્યારે અશોકસિંહ ભીખુભા ચુડાસમા અને સહદેવસિંહ ઉર્ફે સવુભા ગોહીલ નાસી છૂટતાં તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ છે.
દરમિયાન, સિટી-એ ડિવિઝન પોલીસે મંગલધામ સોસાયટી-2, શેરી નં.2માં સ્ટ્રીટલાઇટના અજવાળે દરોડો પાડી મહેશભાઈ ધીરુભાઈ ગંઢા, પ્રવીણભાઈ રામજીભાઈ ધૈયડા, કેશુભાઈ લાખાભાઈ રાણાવાયા, હિતેષભાઈ પ્રવીણભાઈ ધૈયડા, રાજેશભાઈ વાલજીભાઈ વાધેલા, મહેકરાજસિંહ ઉર્ફે મયંકરાજસિંહ મનોજસિંહ ભટ્ટી, સોમાભાઈ ડાયાભાઈ ચાવડા અને કાનજીભાઈ જેઠાભાઈ કંટાલિયા સહિત 8 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે રૂ.21,600 તથા ગંજીપત્તા કબજે કર્યા હતા.
સિટી-બી ડિવિઝન પોલીસે પુનીતનગરમાં આશાપુરા મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા વિજયસિંહ જશુભા ચાવડા, વિરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ધીરૂભા રાયજાદા અને રોહિત વોનોદભાઈ બાંભણિયાને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ.10,200 તથા ગંજીપત્તા કબજે કરાયા હતા. આ જ પોલીસ મથકની બીજી કાર્યવાહીમાં શ્યામ ગ્રીન ટાઉનશીપ, શેરી નં.1 પાસે જાહેરમાં જુગાર રમતા ભાર્ગવભાઈ ભરતભાઈ જેઠવા, અજયભાઈ ભભુતગીરી ગોસ્વામી, જયદીપ મનહરગીરી ગોસાઈ, તેજસ જયેશભાઈ આશાવર, કમલેશગીરી મનહરગીરી ગોસાઈ, જયદીપ સુનીલભાઈ ચૌહાણ અને અજયભાઈ ગોવિંદભાઈ રાઠોડ સહિત 7 શખ્સો ઝડપાયા હતા. પોલીસે રૂ.12,530 તથા ગંજીપત્તા કબજે કર્યા હતા.
સિટી-સી ડિવિઝન પોલીસે ગોકુલનગર પાણાખાણ, શેરી નં.3માં સ્ટ્રીટલાઇટના અજવાળે દરોડો પાડી મુકેશભાઈ મગનભાઈ ઠાકોર, હિતેશભાઈ અમૃતભાઈ કુકવાયા, રાહુલભાઈ પિતઈલાલ રૈદાસ, રાહુલભાઈ નવીનભાઈ અઘેરા, રમેશભાઈ બચુભાઈ વરસડા અને ચેતનભાઈ શાંતિલાલ રાઠોડ સહિત છ શખ્સોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ.16,200 તથા ગંજીપત્તા કબજે કરાયા હતા.
પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસે ઠેબા ગામે આઈ.ઓ.સી.એલ.ની પાછળ જયંતીભાઈ શામજીભાઈ કટેશિયાની વાડીના શેઢા પાસે દરોડો પાડી રવજીભાઈ મુળજીભાઈ કણજાર, અશોકભાઈ ડાયાલાલ નકુમ, મુકેશભાઈ લાલજીભાઈ પરમાર, હસમુખભાઈ રામજીભાઈ પરમાર, અમીતભાઈ કાનજીભાઈ પરમાર અને હિતેષભાઈ કિશોરભાઈ કટેશિયા સહિત છ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી સૌથી વધુ રૂ.70,150 તથા ગંજીપત્તા કબજે કર્યા હતા.
સિક્કા પોલીસે ભગવતી સોસાયટી-વૃંદાવન સોસાયટીની એટીએમવાળી શેરીમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતા અજયસિંહ ગંભીરિસિંહ જાડેજા, મયુરસિંહ ભરતસિંહ ગોહિલ, મનજીભાઈ દેવજીભાઈ પડાયા, બાબુભાઈ લખુભાઈ પરમાર, કેતનભાઈ દિનેશભાઈ પરમાર, કીશન અમૃતભાઈ પરમાર, ચીરાગ નરેશભાઈ પરમાર અને જયદીપ ભરતભાઈ પુરબીયા સહિત 8 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ.22,300 તથા ગંજીપત્તા કબજે કરી કાર્યવાહી કરી હતી.
આમ, જામનગર શહેર-જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જુગારના કુલ 11 સ્થળે પોલીસે દરોડા પાડી 14 મહિલાઓ સહિત કુલ 71 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ રૂ.2,28,610ની રોકડ રકમ તથા ગંજીપત્તા કબજે કરી જુગારધારા હેઠળ અલગ-અલગ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.