લાલપુર નજીક નવાપરા સીમમાંથી તીનપત્તીનો જુગાર રમતાં 7 શખ્સો પોલીસ ઝપટે ચડ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Raid : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાપરા સીમ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે લાલપુર પોલીસે દરોડો પાડી 7 શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની વિગતો મુજબ, તા. 10 જુલાઈ, 2026ના રોજ સાંજે રીઝપર ગામથી આગળ નવાપરા સીમ વિસ્તારમાં બાવળની ઝાડીમાં કેટલાક શખ્સો ગંજીપત્તાના પાનાં વડે "તીનપત્તી" નામનો જુગાર રમી રહ્યા હતા. પોલીસ દરોડા દરમિયાન કુલ રૂ.10,180 રોકડા તથા ગંજીપત્તાના પાનાં કબજે કરવામાં આવ્યા હતા.
આ બનાવમાં હિતેશ દેવજીભાઈ નેસડિયા (ઉ.વ. 51, રહે. ચાર થાંભલા, લાલપુર), પીઠા રાજશીભાઈ વસરા (ઉ.વ. 48, રહે. રીઝપર ગામ), કારાભાઈ ઉર્ફે ભોલાભાઈ વેજાભાઈ વસરા (ઉ.વ. 62, રહે. નવાપરા ગામ), મનોજ મેરામણભાઈ વસરા (રહે. રીઝપર ગામ), મેરામણ રામાભાઈ વસરા (રહે. નવાપરા ગામ), પ્રકાશ ઉર્ફે પકો મોહનભાઈ ગોહીલ (રહે. ચોરબેડી ગામ) તથા પ્રવીણ રાજશીભાઈ વસરા (રહે. રીઝપર ગામ) સામે જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે હિતેશ દેવજીભાઈ નેસડિયા અને પીઠા રાજશીભાઈ વસરાની અટકાયત કરી છે. કારાભાઈ ઉર્ફે ભોલાભાઈ વસરા સિનિયર સિટિઝન હોવાથી તેમને બી.એન.એસ.એસ.ની કલમ 35(1) મુજબ સ્થળ પર નોટિસ આપવામાં આવી હતી, જ્યારે મનોજ મેરામણભાઈ વસરા, મેરામણ રામાભાઈ વસરા, પ્રકાશ ઉર્ફે પકો મોહનભાઈ ગોહીલ અને પ્રવીણ રાજશીભાઈ વસરાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ અંગે લાલપુર પોલીસે જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.









