Jamnagar

જામનગરમાં ગટરની કુંડીમાંથી મળી આવેલા નવજાત બાળકના મૃતદેહના પ્રકરણમાં પોલીસે બાળકને ત્યજી દેનાર અજાણી સ્ત્રી સામે ગુનો નોંધ્યો

By GS Team
13 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરના મહાવીરનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહાવીર એપાર્ટમેન્ટ નજીકની ગટરની કુંડીમાંથી આશરે 4 થી 5 માસના પુરુષ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. સીટી-એ ડિવિઝન પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 94 હેઠળ બાળકને ત્યજી દેવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ગટરની કુંડીમાંથી મળી આવેલા નવજાત બાળકના મૃતદેહના પ્રકરણમાં પોલીસે બાળકને ત્યજી દેનાર અજાણી સ્ત્રી સામે ગુનો નોંધ્યો

Jamnagar: જામનગર શહેરના મહાવીરનગર વિસ્તારમાં ગટરની કુંડીમાંથી આશરે ચારથી પાંચ માસના પુરુષ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો, આ બનાવ અંગે સીટી-એ ડિવિઝન પોલીસે અજાણી સ્ત્રી સામે બાળકના જન્મને છુપાવવા તેને ત્યજી દઈ નાશી જવા અંગે ભારતીય ન્યાય સંહિતાની કલમ 94 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, હર્ષદમીલ ચાલી, મહાવીરનગર ખાતે મહાવીર એપાર્ટમેન્ટની ગટરની કુંડીમાં તા.12 સપ્ટેમ્બરના સાંજના છ વાગ્યા પહેલાં કોઈ અજાણી સ્ત્રીએ જન્મેલા પુરુષ બાળકને ત્યજી દીધું હોવાનું સામે આવ્યું હતું. આશરે ચારથી પાંચ માસના બાળકનો મૃતદેહ મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ અંગે હર્ષદમીલ ચાલી વિસ્તારમાં રહેતા નિતીનભાઈ ડાયાભાઈ વાઘેલા દ્વારા જાણ કરવામાં આવતાં સીટી-એ ડિવિઝન પોલીસે અજાણી સ્ત્રી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બાળકને કોણે અને કયા સંજોગોમાં ત્યજી દીધું તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.