જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં ઘર પાસે પાર્ક કરેલા એક્ટિવા ચોરાઈ ગયાની પોલીસ ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Vehicle Theft Case : જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં ઘર પાસે પાર્ક કરેલું રૂ.30 હજારનું કિંમતનું એક્ટિવા સ્કૂટર અજાણ્યો શખ્સ ચોરી કરી જતાં સીટી-બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે.
રામેશ્વરનગર, ગાયત્રી શેરી નં.1માં રહેતા ભગવાનજીભાઈ મુરુભાઈ મંડોરા (ઉ.વ.62)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તા.16 ઓગસ્ટની રાત્રે સાડા અગિયારથી તા.17 ઓગસ્ટની વહેલી સવારે છ વાગ્યાની વચ્ચે તેમણે પોતાનું સિલ્વર કલરનું હોન્ડા એક્ટિવા ઘર નજીક આંગણવાડી સામે પાર્ક કર્યું હતું. રાત્રિ હોવાથી વાહન પાર્ક કરી તેઓ સુઈ ગયા હતા.
દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ તેમની જી.જે.10.ડી.એફ.2407 નંબરની, વર્ષ 2019ની હોન્ડા એક્ટિવા, જેની કિંમત રૂ.30,000 ચોરી કરીને લઈ ગયો હતો. આ અંગે તા.15 સપ્ટેમ્બરે ફરિયાદ નોંધાતા સીટી-બી ડિવિઝન પોલીસે બી.એન.એસ. કલમ 303(2) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




