Jamnagar

જામનગરના ધરારનગર વિસ્તારમાં પીજીવીસીએલના લાઇનમેનને ગાળો આપી લાફો મારી હાથ મરડ્યો

By GS Team
30 Aug 20261 min read
TukuTouch Logo
જામનગરમાં PGVCLના લાઇનમેન દિનેશભાઈ બારૈયા 29 ઓગસ્ટે ધરારનગર પાસે તૂટેલા વીજવાયરનું સમારકામ કરવા ગયા હતા. ત્યારે ખીમાજી જાડેજાએ મોડા આવવાનું કારણ પૂછી, ગાળો ભાંડી લાફો મારી હાથ મરડી નાખ્યો હતો. અન્ય કર્મચારીઓએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના ધરારનગર વિસ્તારમાં પીજીવીસીએલના લાઇનમેનને ગાળો આપી લાફો મારી હાથ મરડ્યો

Jamnagar: જામનગરના ધરારનગર વિસ્તારમાં વીજળીના તૂટેલા વાયરનું સમારકામ કરવા ગયેલા પીજીવીસીએલના લાઇનમેન સાથે ખીમાજી જાડેજાએ માથાકૂટ કરી ગાળો આપી લાફો મારવા ઉપરાંત હાથ મરડી નાખતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

લાલ બંગલા પીજીવીસીએલની એચટી સબ ડિવિઝન સિટી-1માં લાઇનમેન તરીકે ફરજ બજાવતા દીનેશભાઈ રુગનાથભાઈ બારૈયા (ઉં.વ.48)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.29 ઓગસ્ટના રોજ બપોરે ફરજ દરમિયાન ધરારનગર ત્રણ માળીયા આવાસ પાછળ સાત નાળા પાસે વાયર તૂટી ગયો હોવાની જાણ થતાં તેઓ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ધર્મેશકુમાર મકવાણા, તેજશભાઈ જેઠવા અને ડ્રાઇવર ફૈઝલભાઈ ખફી સાથે સ્થળ પર પહોંચ્યા હતા.

દરમિયાન ખીમાજી જાડેજાએ ફોન કરીને કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા નથી તેવી જાણ કરી હતી. બાદમાં પીજીવીસીએલના કર્મચારીઓ સ્થળ પર કામ કરી રહ્યા હોવાનું જાણ થતાં ખીમાજી જાડેજા ત્યાં આવ્યા હતા અને લાઇનમેન દીનેશભાઈને ‘મોડા કેમ આવ્યા’ તેમ કહી ગાળો આપવા લાગ્યા હતા. દીનેશભાઈએ અગાઉ અન્ય સ્થળે કામ ચાલુ હોવાનું સમજાવતાં ખીમાજીએ તેમને લાફો મારી હાથ મરડી નાખ્યો હતો. ડ્રાઇવર વચ્ચે પડતાં ખીમાજીને દૂર કર્યો હતો.