જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ક્ષયની બીમારીની સારવાર દરમિયાન દર્દીનું અપમૃત્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગરની જી.જી. હોસ્પિટલમાં ક્ષયની બીમારીની સારવાર લઈ રહેલા મચ્છરનગરના 42 વર્ષીય દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પોલીસમાં જાહેર કરાયેલી વિગતો મુજબ, મચ્છરનગરમાં રહેતા વનરાજસિંહ કનકસિંહ પરમાર (ઉં.વ. 42) છેલ્લા એક મહિનાથી જામનગરની જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગના ત્રીજા માળે આવેલા ક્ષયરોગ વિભાગના બેડ નં. 792 પર દાખલ હતા. તેમની ક્ષયની બીમારીની સારવાર ચાલી રહી હતી.
તા. 16 ઓક્ટોબરના સાંજે આશરે 4:45 વાગ્યે સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે તા. 17 ઓક્ટોબરે સામાજિક કાર્યકર હિતેશગીરી લાલગીરી ગોસાઈએ પોલીસને જાણ કરી હતી.
જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 મુજબ અકુદરતી મૃત્યુની નોંધ કરવામાં આવી છે. પોલીસે મૃત્યુ અંગેની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.




