Jamnagar

જામનગર જિલ્લામાં મેઘરાજાનો વિરામ : ગ્રામ્ય પંથકમાં છૂટાછવાયા વરસાદથી ખેડૂતોને રાહત

By GS Team
16 Sep 20261 min read
TukuTouch Logo
જામનગર જિલ્લામાં આજે મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ ગઈકાલે ગ્રામ્ય પંથકમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં સરેરાશ 3 મી.મી. વરસાદ વરસ્યો હતો. જેમાં નવાગામમાં સૌથી વધુ 25 મી.મી., જામનગરમાં 9 મી.મી. અને જોડિયામાં 6 મી.મી. વરસાદ પડ્યો હતો. આ વરસાદથી ખેડૂતોને રાહત મળી છે અને ખેતીકાર્ય માટે ફાયદાકારક સાબિત થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં મેઘરાજાનો વિરામ : ગ્રામ્ય પંથકમાં છૂટાછવાયા વરસાદથી ખેડૂતોને રાહત

Jamnagar Rain Update : જામનગર જિલ્લામાં આજે મેઘરાજાએ વિરામ રાખ્યો છે. જોકે, ગઈકાલે જિલ્લામાં ગ્રામ્ય પંથકમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને રાહત મળી હતી અને ખેતરોમાં ભેજનું પ્રમાણ જળવાતા ખેતીકાર્ય માટે વરસાદ ફાયદાકારક રહ્યો હતો.
જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 3 મી.મી. વરસાદ નોંધાયો હતો. જેમાં જામનગર શહેરમાં 9 મી.મી., જોડિયામાં 6 મી.મી., ધ્રોલમાં 2 મી.મી. અને કાલાવડમાં 1 મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે લાલપુર અને જામજોધપુર તાલુકામાં તાલુકા મથકે વરસાદ નોંધાયો ન હતો.
ગ્રામ્ય વિસ્તારોમાં લાલપુર તાલુકાના નવાગામમાં સૌથી વધુ 25 મી.મી. એટલે કે એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડામાં 10 મી.મી., જામનગર તાલુકાના જામવંથલીમાં 10 મી.મી., ધ્રોલ પંથકમાં 9 અને 7 મી.મી., તેમજ કાલાવડના અન્ય ગામોમાં ૭ અને 5 મી.મી. વરસાદ નોંધાયો હતો.
જામજોધપુર તાલુકાના સમાણામાં 5 મી.મી. તથા પરડવામાં 2 મી.મી., જ્યારે લાલપુર તાલુકાના પીપરટોડામાં 1 મી.મી. અને અન્ય બે ગામોમાં 2-2 મી.મી. વરસાદ નોંધાયો હતો.
આમ, જિલ્લામાં મેઘરાજાએ છૂટોછવાયો વરસાદ વરસાવી વિરામ લેતાં ગ્રામ્ય પંથકમાં ઠંડક પ્રસરી છે. ખાસ કરીને ખેતીલાયક વિસ્તારોમાં પડેલો આ વરસાદ પાક માટે ઉપયોગી બન્યો હોવાથી ખેડૂતોમાં પણ રાહતની લાગણી જોવા મળી રહી છે.