Jamnagar

જામનગરમાં નવ પરિણીતાએ અકળ કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

By GS Team
23 Aug 20261 min read
TukuTouch Logo
જામનગરમાં લાલપુર ચોકડી પાસેના કર્મચારીનગર ઝૂંપડપટ્ટીમાં 20 વર્ષીય નવ પરિણીતા મનીષાબેન દિનેશભાઈ બારિયાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડાયા, પરંતુ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પતિ દિનેશભાઈએ જાણ કરતાં, પંચ 'બી' ડિવિઝન પોલીસે અકુદરતી મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં નવ પરિણીતાએ અકળ કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Jamnagar: જામનગરના લાલપુર ચોકડી પાસે આવેલા કર્મચારીનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતી એક નવ પરિણીતાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પંચ ‘બી’ ડિવિઝન પોલીસે અકુદરતી મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ કર્મચારીનગર ઝૂંપડપટ્ટીમાં રહેતી મનિષાબેન દિનેશભાઈ બારિયા (ઉ.વ. 20) એ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો. ગળાના ભાગે ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે તેમના પતિ દિનેશભાઈ બારિયાએ પોલીસને જાણ કરતાં પોલીસે આકસ્મિક મ્રુત્યુની નોંધ કરી મૃત્યુના ચોક્કસ કારણ અંગે તપાસ શરૂ કરી છે.