Jamnagar

જામનગર ‘આપ’માં મોટું ભંગાણ: ત્રણ સંગઠન મંત્રી સહિત ચાર હોદ્દેદારોના રાજીનામાં

By GS Team
31 Oct 20261 min read
TukuTouch Logo
જામનગરમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ફટકો પડ્યો છે. પ્રદેશ નેતૃત્વના હસ્તક્ષેપથી નારાજ થઈને 3 સંગઠન મંત્રીઓ સહિત 4 હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા છે. નિલેશ ભાલારા, જીવરાજ ચૌહાણ, દુર્ગેશ ગડલિંગ અને સિમરન રાવકડાએ પક્ષ છોડ્યો. સ્થાનિક સ્તરે સ્વતંત્ર કામગીરી ન કરવા દેવાતા અસંતોષ વધ્યો. આગામી સમયમાં વધુ 30 કાર્યકરો રાજીનામાં આપશે તેવી ચર્ચા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર ‘આપ’માં મોટું ભંગાણ: ત્રણ સંગઠન મંત્રી સહિત ચાર હોદ્દેદારોના રાજીનામાં

Four AAP Leaders Resign in Jamnagar: જામનગરમાં આમ આદમી પાર્ટી (AAP)ના સ્થાનિક સંગઠનમાં આંતરિક અસંતોષ ઉગ્ર બન્યો છે. પ્રદેશ નેતૃત્વ દ્વારા સંગઠનની સ્થાનિક કામગીરીમાં સતત હસ્તક્ષેપ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરીને ત્રણ સંગઠન મંત્રીઓ સહિત ચાર હોદ્દેદારોએ પક્ષના પ્રાથમિક સભ્યપદ અને તમામ જવાબદારીઓમાંથી સામૂહિક રાજીનામાં આપી દીધાં છે.

ખેંચતાણ અને અસંતોષના કારણે પક્ષ છોડવાનો નિર્ણય લીધો!

પક્ષમાંથી રાજીનામું આપનારા આગેવાનોમાં જામનગર દક્ષિણ (વિધાનસભા-79)ના સંગઠન મંત્રી નિલેશ ભાલારા, જામનગર ઉત્તર (વિધાનસભા-78)ના સંગઠન મંત્રી જીવરાજ ચૌહાણ, જામનગર લોકસભા સંગઠન મંત્રી દુર્ગેશ ગડલિંગ તેમજ સ્થાનિક હોદ્દેદાર સિમરન ઇકબાલભાઈ રાવકડાનો સમાવેશ થાય છે.

રાજીનામું આપનારા હોદ્દેદારોના જણાવ્યા મુજબ, સ્થાનિક સ્તરે સ્વતંત્ર રીતે કામગીરી કરવા દેવાને બદલે પ્રદેશ કક્ષાએથી બિનજરૂરી આદેશો આપવામાં આવતા હતા. લાંબા સમયથી ચાલતી આ ખેંચતાણ અને અસંતોષના કારણે આખરે પક્ષ છોડવાનો નિર્ણય લેવો પડ્યો છે.

બીજી તરફ, રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના અન્ય 30થી વધુ સક્રિય હોદ્દેદારો અને કાર્યકરો પણ રાજીનામાં આપી શકે છે. જો આ શ્રેણીબદ્ધ રાજીનામાં પડશે તો જામનગરમાં પક્ષના માળખાને મોટો ફટકો પડી શકે તેમ છે. આ સ્થિતિ વચ્ચે પ્રદેશ નેતૃત્વ નારાજ કાર્યકરોને મનાવવા પ્રયાસ કરશે કે કેમ તે તરફ રાજકીય વર્તુળોની નજર છે.