જામનગર શહેરમાં બે સ્થળેથી દારૂ ઝડપાયો : એક શખ્સ ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Liquor Raid : જામનગરમાં પોલીસે દારૂના બે અલગ-અલગ બનાવોમાં કાર્યવાહી કરી છે. શહેર સી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં શંકરટેકરી ઇમામહુસેન નંબર-5ના ચોક પાસે આવેલા વંડામાં દરોડો પાડતા ભારતીય બનાવટના વિદેશી દારૂની 30 બોટલ મળી આવી હતી. રૂ.22,416,90ની કિંમતનો દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો, જોકે દારૂ રાખનાર નાજીર ઉર્ફે નાજલો નુરમામદ ધોધા (રહે. શંકરટેકરી, નવી નિશાળ પાસે, જામનગર)નો મળી આવ્યો ન હતો. પોલીસે તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઇ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં શહેર એ ડિવિઝન પોલીસે સુભાષ શાકમાર્કેટના ભોયવાડામાં ભોય સમાજની વાડી સામે જાહેર રોડ પરથી આદીલ હસનભાઇ સરગઠ (ઉ.વ.31, રહે. ટીટોડીવાડી, ખોજા ગેઇટ, જામનગર)ને બે પ્લાસ્ટિકના કંપની સીલબંધ ચપટા સાથે ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂ.200ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં આ દારૂ અમીત રમેશભાઇ ચુડાસમા (રહે. ભોયવાડો, જામનગર) દ્વારા પૂરો પાડવામાં આવ્યો હોવાનું ખુલતાં પોલીસે બંને સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ), 116(બી) અને 81 હેઠળ ગુનો નોંધ્યો છે.




