VIDEO| જામનગર: હરિપર મેવાસામાં નકલી દૂધની 'મીની ફેક્ટરી' ઝડપાઈ, 486 લિટર શંકાસ્પદ દૂધ અને વનસ્પતિ ઘીનો નાશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Adulterated Milk Factory Busted: જામનગર જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો તૈયાર કરી તેનું વેચાણ કરતા તત્ત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ (SOG)ની ટીમે દરોડો પાડી રહેણાંક મકાનમાં ચાલતી ભેળસેળયુક્ત દૂધ બનાવવાની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી 486 લિટર શંકાસ્પદ દૂધ ઉપરાંત 75 કિલો વનસ્પતિ ઘી અને 44 કિલો દૂધનો પાવડર મળી આવતાં ચકચાર જાગી હતી.
હરિપર મેવાસામાં ભેળસેળયુક્ત દૂધની 'મીની ફેક્ટરી' ઝડપાઈ
જામનગર પોલીસ સ્ટાફ કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, હરિપર મેવાસા ગામે મેરૂભાઈ બધાભાઈ વંશ પોતાના રહેણાંક મકાનમાં ભેળસેળયુક્ત દૂધ તૈયાર કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે ઓચિંતો દરોડો પાડતાં ત્યાં શંકાસ્પદ દૂધ બનાવવાની પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાયુ હતુ.
486 લિટર શંકાસ્પદ દૂધ અને વનસ્પતિ ઘીનો નાશ
બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને SOG દ્વારા ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવતાં અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. ફૂડ સેફ્ટી ઓફિસરે શંકાસ્પદ દૂધના નમૂના લઈ સીલબંધ કરી કબજે કર્યા હતા. ત્યારબાદ શંકાસ્પદ દૂધ, વનસ્પતિ ઘી અને દૂધના પાવડરના જથ્થાનો યોગ્ય પદ્ધતિથી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી વિભાગે મેરૂભાઈ વંશ સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




