Jamnagar

જામનગર પાલિકા દ્વારા શ્રાવણી લોકમેળા-2026માં ઉત્કૃષ્ટ સેવા આપનાર કર્મયોગીઓનો સન્માન સમારોહ યોજાયો

By GS Team
14 Sep 20261 min read
TukuTouch Logo
જામનગર મહાનગરપાલિકાએ શ્રાવણી લોકમેળા-2026ને સફળ બનાવનાર કર્મયોગીઓનું સન્માન કર્યું. મેયર મોનિકાબેન વ્યાસના અધ્યક્ષસ્થાને 12 સપ્ટેમ્બર 2026, શનિવારે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સમારોહ યોજાયો. જેમાં સફાઈકર્મીઓ, ફાયરબ્રિગેડ, પોલીસ, હોમગાર્ડ સહિતના કર્મયોગીઓને શાલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા. ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર પાલિકા દ્વારા શ્રાવણી લોકમેળા-2026માં ઉત્કૃષ્ટ સેવા આપનાર કર્મયોગીઓનો સન્માન સમારોહ યોજાયો

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત પરંપરાગત શ્રાવણી લોકમેળા-2026 દરમિયાન પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ આપીને લોકમેળાને સફળ બનાવનાર કર્મયોગીઓની સંનિષ્ઠ સેવાઓની કદર કરવા માટે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહ મેયર મોનિકાબેન વ્યાસના અધ્યક્ષસ્થાને ગત તારીખ 12 સપ્ટેમ્બર 2026, શનિવારના સાંજે પ્રદર્શન ગ્રાઉન્ડ, સાત રસ્તા પાસે યોજાયો હતો.
આ કાર્યક્રમના નિમંત્રક તરીકે ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનકુમાર મોનાણી, શાસક પક્ષના નેતા અમરભાઈ મોદી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન હર્ષાબા પી. જાડેજા તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણીએ ઉપસ્થિત રહી સૌ સ્વાગત કર્યું હતું, જ્યારે જામનગર શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશભાઈ કાનાણી, મૃગેશભાઈ દવે તથા સનય કોર્પોરેટરો જોડાયા હતા જ્યારે જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.
સર્વે મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રાવણી લોક મેળાના જે જે કર્મયોગી એ સફળતા પૂર્વકનું આયોજન કર્યું હતું તે તમામને શાલ અને સર્ટિફિકેટ અર્પણ કરી સન્માનિત કર્યા હતા.
શ્રાવણી મેળાના આયોજનમાં જોડાનારા તમામ સફાઈ કર્મીઓ, ફાયર બ્રિગેડના જવાનો, પોલીસ હોમગાર્ડ તથા અન્ય તમામ કર્મયોગીઓને આવકારમાં આવ્યા હતા.