Jamnagar

રેન્ટ એક્ટના વિરોધમાં જામનગરના વકીલોનું વિરોધ પ્રદર્શન : બાર એસોસિએશનના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા

By GS Team
5 Oct 20261 min read
TukuTouch Logo
જામનગરમાં રેન્ટ એક્ટના વિરોધમાં વકીલોએ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી વિરોધ નોંધાવ્યો. ગુજરાત બાર કાઉન્સિલના આદેશથી જામનગર બાર એસોસિએશનના વકીલો સવારે 11 વાગ્યે કોર્ટ ગેટ પાસે એકઠા થયા હતા. સૂત્રોચ્ચાર કરી વકીલ એકતા દર્શાવી હતી. આગામી દિવસોમાં પણ લોકશાહી ઢબે વિરોધ ચાલુ રાખવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રેન્ટ એક્ટના વિરોધમાં જામનગરના વકીલોનું વિરોધ પ્રદર્શન : બાર એસોસિએશનના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા

Jamnagar Advocate Protest : ગુજરાત બાર કાઉન્સિલના આદેશ અને ઠરાવના અનુસંધાને રેન્ટ એક્ટના વિરોધમાં જામનગર બાર એસોસિએશનના તમામ વકીલો આજે કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા. વકીલમિત્રો સવારે 11 વાગ્યે કોર્ટના ગેટ પાસે એકત્ર થયા હતા અને રેન્ટ એક્ટના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
રેન્ટ એક્ટના વિરોધમાં ગુજરાતની તમામ બાર એસોસિએશનો દ્વારા અચોક્કસ મુદત સુધી કોર્ટ કાર્યવાહીથી દૂર રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેના ભાગરૂપે જામનગરના વકીલોએ પણ એકસૂરે વિરોધ વ્યક્ત કરી વકીલ એકતાનું પ્રદર્શન કર્યું હતું.
આગામી દિવસોમાં પણ લોકશાહી ઢબે વિવિધ વિરોધ કાર્યક્રમો યોજી રેન્ટ એક્ટનો વિરોધ ચાલુ રાખવામાં આવશે તેમ જામનગર વકીલ મંડળના પ્રમુખ ભરત સુવા તથા સેક્રેટરી મનોજ ઝવેરીએ જણાવ્યું હતું. સાથે જ તમામ વકીલમિત્રોને આંદોલનમાં સાથ-સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. ‘વકીલ એકતા જિંદાબાદ’ના નારા સાથે વકીલોએ વિરોધ નોંધાવ્યો હતો.