જામનગર: જલારામ બાપાની જન્મજ્યંતીએ વિશાળ રોટલા બનાવી સર્જ્યો રેકોર્ડ, મહાઆરતી બાદ ભક્તોને પ્રસાદીરૂપે અપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Hapa Jalaram Temple Giant Rotlo Record: જલારામ બાપાની 227મી જન્મજયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણીના ભાગરૂપે જામનગર નજીક હાપા સ્થિત સુપ્રસિદ્ધ જલારામ મંદિરમાં અનોખી પ્રસાદી તૈયાર કરવામાં આવી હતી. જલારામ બાપાના 'જ્યાં ટુકડો ત્યાં પ્રભુ ઢૂંકડો'ના મંત્રને સાર્થક કરતાં મંદિર ખાતે 10x10 ફૂટનો વિશાળ રોટલો તૈયાર કરીને રેકર્ડ સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જલારામ બાપાની જન્મજ્યંતીએ વિશાળ રોટલા બનાવી સર્જાયો રેકોર્ડ
આ મહાકાય રોટલો માત્ર બે કલાકના ટૂંકા સમયમાં તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં 85 કિલો બાજરી, 28 કિલો જુવાર અને 2 કિલો ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિશાળ કદના આ રોટલાને જલારામ બાપાની જન્મજયંતીની પ્રસાદી તરીકે સાંજે મહાઆરતી બાદ ભક્તજનોને અર્પણ કરવામાં આવ્યો હતો.

આ વિશાળ રોટલો તૈયાર કરવાની સમગ્ર કામગીરીમાં હાપા જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ તથા તેમની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. જલારામ બાપાના અન્નક્ષેત્ર અને સેવાભાવના મેસેજને ઉજાગર કરતી આ અનોખી પ્રસાદી ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી.





