Jamnagar

જામનગર શહેરમાં લગ્નની લાલચ આપી એક યુવતી પર આઠ મહિના સુધી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદથી ચકચાર: આરોપીની ધરપકડ

By GS Team
2 Aug 20261 min read
TukuTouch Logo
જામનગરમાં લગ્નની લાલચ આપી યુવતી પર 8 મહિના સુધી દુષ્કર્મ આચરવાનો બનાવ સામે આવ્યો છે. રામેશ્વરનગરના યશરાજસિંહ સોઢાએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી પોતાના ઘરે અને સરકારી આવાસ પાછળની જગ્યાએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. લગ્નની ના પાડતા યુવતીએ સિટી 'સી' ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપી યશરાજસિંહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેરમાં લગ્નની લાલચ આપી એક યુવતી પર આઠ મહિના સુધી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદથી ચકચાર: આરોપીની ધરપકડ

Jamnagar: જામનગરમાં લગ્નની લાલચ આપી યુવતી પર આશરે આઠ મહિના સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, જામનગરની એક યુવતીનો શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા યશરાજસિંહ પૃથ્વીસિંહ સોઢા સાથે પરિચય થયો હતો. આરોપીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની ખાતરી આપીને તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદ અનુસાર, આરોપી યુવતીને પોતાના ઘરે તેમજ સિટી 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક સરકારી આવાસ પાછળની અવાવરુ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો. આશરે આઠ મહિના બાદ આરોપીએ યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

આખરે યુવતીએ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવતાં સિટી 'સી' ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કેસના તપાસ અધિકારી પી.આઈ. એન. બી. ડાભીની ટીમે આરોપીની ધરપકડ કરી છે. આરોપીની વધુ પૂછપરછ કરવા તેમજ રિમાન્ડ મેળવવા માટે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.