Gujarat

જામનગરના ચેક પરત ફરવાના એક કેસમાં જામનગરના આસામીને 6 મહિનાની કેદની સજા

By GS Team
23 Jan 20221 min read
This article was originally published on 23 Jan 2022
જામનગરના ચેક પરત ફરવાના એક કેસમાં જામનગરના આસામીને 6 મહિનાની કેદની સજા

જામનગર તા. 23

જામનગરની એક કો. ઓપરેટીવ સોસાયટી પાસેથી લોન મેળવ્યા પછી તેની પરત ચૂકવણી માટે આપવા માં આવેલ ચેક પરત ફરતાં અદાલતમાં ફરીયાદ કરાઈ હતી. જે કેસમાં અદાલતે આરોપીને 6 મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ભરપાઈ કરવા આદેશ કર્યો છે.

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો.ઓપ. સોસાયટી પાસેથી હસમુખભાઈ જીવણભાઈ કોરીયા એ લોન મેળવી હતી. તે લોનની ભરપાઈ કરવા માટે રૂ. 63,450ની રકમનો  ચેક આપવામાં આવ્યો હતો. તે ચેક નાણાના અભાવે બેંકમાંથી પરત ફરતા સોસાયટી દ્વારા અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી.

જે કેસ ચાલી જતાં અદાલતે આરોપી હસમુખભાઈ કોરીયાને તકસીરવાન ઠરાવી 6 મહિનાની કેદની સજા તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યો છે. દંડ ભરવામાં ન આવે તો વધુ એક મહિનાની કેદની સજા ભોગવવા આદેશ થયો છે.