જામનગર મહાનગરપાલિકા આયોજિત શ્રાવણી લોકમેળામાં સુરક્ષા વ્યવસ્થાની દ્રષ્ટિએ કરોડોનું વિમા કવચ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં તારીખ 1 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધીના શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સલામતીની દ્રષ્ટિએ મહાનગર પાલિકા દ્વારા પબ્લિક લાયબીટીનો રૂપિયા પાંચ કરોડનો વીમો ઉતારીને વીમાનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડીયાના સીધા માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર ભાવેશ જાની, મુકેશ વરણવા ઉપરાંત એસ્ટેટ અધિકારી મુકેશ ગોસાઈ અને અન્ય અધિકારીઓની ટીમ દ્વારા સમગ્ર મેળા વ્યવસ્થાની ગોઠવણ કરવામાં આવી રહી છે. ફુડ વિભાગ દ્વારા પણ હાઈજેનિક ખોરાક મળી રહે તે સંદર્ભમાં કાર્યવાહી થઈ રહી છે. શ્રાવણી મેળામાં મશીન મનોરંજનની મોટી 13 રાઈડ લગાવવામાં આવી છે, અને તે રાઇડના સંચાલકો દ્વારા પણ રૂપિયા 11 કરોડના વિમાનું સુરક્ષા કવચ મેળવવામાં આવ્યું છે.
આ ઉપરાંત બાળકોની નાની રાઈડ માટે 50-50 લાખના બે વીમા ઉતરાવાયા છે, જયારે રમકડા સ્ટોલ, ખાણી પીણીના સ્ટોલ વગેરેના મેળાધારકો દ્વારા પણ રૂપિયા એક કરોડનો વીમો ઉતરાવ્યો છે, અને મેળા દરમિયાન કોઈ આકસ્મિક ઘટના બને તો અને જાનમાલ ને નુકસાની થાય તો તેની સલામતીના ભાગરૂપે આ વિમા સુરક્ષા કવચ મેળવાયું છે.




