રાકામાં અલ્લુ અર્જુન ટ્રીપલ રોલમાં, સાત હિરોઈનો હશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સાયફાય એક્શન થ્રીલર રાકાનું મુંબઇમાં શૂટિંગ પુરૂ
- દીપિકા, રશ્મિકા, જાહ્નવી, મૃણાલ ઠાકુર સહિતની હિરોઈનો હશે
મુંબઈ : 'પુષ્પા' ફેમ સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન એટલીની સાયફાય થ્રીલર 'રાકા'માં ટ્રિપલ રોલમાં જોવા મળશે તેમ જાણવા મળ્યું છે. આ ફિલ્મમાં તેની સાથે સાત હિરોઈનો હશે. દીપિકા પાદુકોણ, મૃણાલ ઠાકુર, જાહ્નવી કપૂર અને રશ્મિકા મંદાનાની ખાસ ભૂમિકાઓ હશે. છેલ્લા થોડા મહિનાથી અલ્લુ અર્જુન 'રાકા' ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અલ્લુ અર્જુુનનું 'રાકા' ફિલ્મનું મુંબઇમાં શૂટિંગ પુરૂ થઇ ચૂક્યુ છે. હવે અલ્લુ અર્જુન હૈદરાબાદમાં નાનકડો બ્રેક લેશે. એ પછી તે સપ્ટેમ્બરમાં ફરી 'રાકા'નું શૂટિંગ શરૂ કરશે. ફિલ્મમાં અલ્લુ અર્જુન ત્રણ અલગ અલગ ભૂમિકામાં જોવા મળશે. ત્રણે પાત્રોનો દેખાવ એકમેકથી સાવ અલગ છે અને તેમની વચ્ચે ટક્કર પણ જોવા મળશે. એટલીએ અગાઉ તમિલ સુપરસ્ટાર વિજય મરસેલ સાથે પણ ટ્રિપલ રોલનો અખતરો કરી જોયેલો છે.
જો કે, અલ્લુ અર્જુનના ટ્રિપલ રોલ બાબતે સત્તાવાર કોઇ માહિતી અપાઇ નથી.




