જામનગર નજીક દરેડમાં પત્નીની જાણ બાદ પતિ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર તાલુકાના દરેડ વિસ્તારમાં હરીપાર્ક ફેઝ-3માં રહેતા 38 વર્ષના શ્રમિકને દારૂ પીધેલી હાલતમાં પોલીસે ઝડપી પાડ્યો હતો.
બનાવની વિગત મુજબ દરેડના હરીપાર્ક ફેઝ-૩માં રહેતી સુશીલાબેન પંકજસિંહ રાજપુતે પોલીસને જાણ કરી હતી કે તેમના પતિ પંકજસિંહ અભિલાષસિંહ રાજપુત (ઉ.વ. 38) ઘરે આવી તેમની સાથે બોલાચાલી કરી રહ્યા છે અને દારૂ પીધો હોવાની વાસ આવી રહી છે. આથી જનરક્ષક 112ને જાણ કરવામાં આવતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પંકજસિંહને પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.
પોલીસે બે પંચોની હાજરીમાં તપાસ કરતાં પંકજસિંહના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી, આંખો લાલ હતી, જીભ થોથરાતી હતી અને શરીરનું સંતુલન જાળવી શકતા ન હોવાનું જણાયું હતું. દારૂ પીવા અંગેનું કોઈ પાસ-પરમિટ પણ તેમની પાસે ન હોવાથી પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ 61(1)(બી) તથા 85(1) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ તેમની પત્ની સુશીલાબેને નોંધાવી હતી.




