જામજોધપુરના મેઘપર આંબરડી ગામે ખુલ્લા પટમાંથી રૂ.42.38 લાખનો જંગી વિદેશી દારૂ ઝડપાયો : 3 આરોપીઓ સામે ગુનો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મેઘપર આંબરડી ગામની બહાર નદીના કાંઠે આવેલા ખુલ્લા પટમાંથી શેઠવડાળા પોલીસે ભારતીય બનાવટનો માતબર વિદેશી દારૂ, વાહનો અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.42,37,998નો વિશાળ જથ્થો ઝડપી પાડી પ્રોહિબિશન અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને ખાનગી બાતમી મળી હતી કે મેઘપર આંબરડી ગામના ભાયાભાઈ લખમણભાઈ છેલાણા અને ભીમાભાઈ ભાયાભાઈ છેલાણા ગામની બહાર નદીના કાંઠે આવેલા ખુલ્લા પટમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂનો જથ્થો સંગ્રહ કરી હેરાફેરી કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની 2,917 બોટલ (કિંમત રૂ.20,17,898), 4,986 ચપટા (કિંમત રૂ.4,98,600), એક ટ્રક (કિંમત રૂ.10 લાખ), એક બોલેરો પીકઅપ (કિંમત રૂ.5 લાખ), ટ્રકમાં ભરેલો અંદાજે 30 મેટ્રિક ટન બેન્ટોનાઇટ પાવડર (કિંમત રૂ.2,20,500) તથા એક તાડપત્રી (કિંમત રૂ.1,000) સહિત કુલ રૂ.42,37,998નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ મામલે ભાયાભાઈ લખમણભાઈ છેલાણા, ભીમાભાઈ ભાયાભાઈ છેલાણા (બંને રહે. મેઘપર આંબરડી, તા. જામજોધપુર) તેમજ ટ્રક નં. જી.જે-38-ટી 4535 ના ચાલક સહિત તપાસમાં ખુલતા અન્ય શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આરોપીઓ ફરાર હોવાથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.




