Jamnagar

કાલાવડ નજીક 'હિટ એન્ડ રન'નો બનાવ : બાઇક સવાર બે વ્યક્તિ ઘાયલ, અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધાયો

By GS Team
29 Jun 20261 min read
TukuTouch Logo
જામનગર નજીક કાલાવડ-રાજકોટ હાઈવે પર જસાપર ગામ પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. ગઈકાલે મોડી રાત્રે અજાણી ફોરવ્હીલ કારે એક્ટિવાને ટક્કર મારતા 55 વર્ષીય દિનેશભાઈ અમેથીયા અને 65 વર્ષીય મોહનભાઈ ગોંડલિયા ગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માત સર્જી કારચાલક ફરાર થયો હતો. કાલાવડ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાલાવડ નજીક 'હિટ એન્ડ રન'નો બનાવ : બાઇક સવાર બે વ્યક્તિ ઘાયલ, અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધાયો

Jamnagar Accident : કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે તા.28/06/2026ના રોજ કાલાવડ-રાજકોટ હાઇવે પર જસાપર ગામ નજીક હિટ એન્ડ રન અકસ્માતનો બનાવ બન્યો હતો.
પ્રાથમિક તપાસ મુજબ અજાણ્યા નંબરની ફોરવ્હીલ કારના ચાલકે પોતાની કાર પૂરઝડપે તેમજ બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારી એક્ટિવા રજી. નં. જી.જે
-03 કે.એલ 6813 ને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.
જે અકસ્માતમાં એક્ટિવા ચાલક દિનેશભાઈ ગોકળભાઈ અમેથીયા (ઉ.વ. 55)ને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેમની સાથે પાછળ બેઠેલા મોહનભાઈ ભવાનભાઈ ગોંડલિયા (ઉ.વ. 65)ને ખભા, માથા તથા જમણી આંખના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.
અકસ્માત સર્જ્યા બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ અંગે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, 125(એ), 125(બી) તથા મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને 134 હેઠળ ગુનો નોંધી અજાણ્યા વાહનચાલકની શોધખોળ અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.