Jamnagar

જામનગરમાં 'હીટ એન્ડ રન'નો બનાવ : પૂરપાટ થાર કારના ચાલક બાઇક સવારને ફંગોળીને ફરાર, પોલીસે ગુનો નોંધ્યો

By GS Team
22 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં 21 સપ્ટેમ્બરના રોજ સાંજે 4 વાગ્યે થાર ચાલકે સ્પ્લેન્ડર બાઈકને ટક્કર મારી હતી. દૂધનો ધંધો કરતા 58 વર્ષીય દેવરાજભાઈ બરબચીયાને ઈજા થઈ હતી. અકસ્માત સર્જી થાર ચાલક ફરાર થઈ ગયો હતો. સીટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં 'હીટ એન્ડ રન'નો બનાવ : પૂરપાટ થાર કારના ચાલક બાઇક સવારને ફંગોળીને ફરાર, પોલીસે ગુનો નોંધ્યો

Jamnagar Accident : જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં થાર ફોર-વ્હીલર ચાલકે સ્પ્લેન્ડર બાઇકને સાઇડમાંથી ઠોકર મારતાં બાઇકચાલકને ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ થારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
પોલીસ ફરિયાદ મુજબ, ગુલાબનગર, વૃંદાવન-01 વિસ્તારમાં રહેતા અને દૂધનો ધંધો કરતા દેવરાજભાઈ ચનાભાઈ બરબચીયા (ઉ.વ.58) તા.21 સપ્ટેમ્બરના રોજ સાંજે આશરે 4 વાગ્યાના અરસામાં પોતાના રહેણાંક મકાન આગળ જાહેર રોડ પર સ્પ્લેન્ડર મોટરસાઇકલ લઈને ઊભા હતા. તે દરમિયાન જી.જે.03-એમ.ઈ.2929 નંબરની થાર ફોર-વ્હીલર ગાડીના ચાલકે બેફિકરાઈ અને પૂરઝડપે વાહન ચલાવી તેમની મોટરસાઇકલને સાઇડના ભાગે ઠોકર મારી હતી.
ઠોકરના કારણે દેવરાજભાઈ મોટરસાઇકલ સાથે નીચે પટકાયા હતા. તેમને કપાળના ઉપરના ભાગે સામાન્ય ઈજા તેમજ પાછળના વાંસાના ભાગે, જમણા હાથના કાંડા અને ખભાના ભાગે મૂંઢ ઈજા તથા છોલછાલ થઈ હતી. અકસ્માત બાદ થારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ અંગે દેવરાજભાઈ બરબચીયાની ફરિયાદના આધારે જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં થારચાલક વિરુદ્ધ બી.એન.એસ. કલમ 281, 125(એ) તથા એમ.વી. એક્ટની કલમ 177, 184 અને 134 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.