Gujarat

જામનગરમાં ગ્રીન ઝોનની અમલવારીના બીજા દિવસે માસ્ક નહીં પહેરનારા અને સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનાર વધુ 104 લોકો દંડાયા

By GS Team
6 May 20201 min read
This article was originally published on 6 May 2020
જામનગરમાં ગ્રીન ઝોનની અમલવારીના બીજા દિવસે માસ્ક નહીં પહેરનારા અને સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનાર વધુ 104 લોકો દંડાયા

જામનગર, તા.5 મે 2020, બુધવાર

જામનગર શહેરમા હજુ પણ લોકો માસ્ક પહેર્યા વિના ફરી રહ્યા છે. અને મહાનગરપાલિકા દ્વારા શહેરમાં માસ્ક પહેર્યા વિના નીકળનારાઓ સામે દંડકીય કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ નહી જાળવનારા અને સેનેટાઈઝર નો ઉપયોગ નહીં કરનારા વેપારીઓ સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જેના ભાગરૂપે આજે ગ્રીન ઝોન જાહેર કરાયાના પ્રથમ દિવસે જામ્યુકોની ટીમ દ્વારા માસ્ક નહીં પહેરનારા 97 લોકો સામે દંડકીય કાર્યવાહી કરાઈ છે. અને 18,200નો દંડ વસૂલાયો છે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનારા 7 વેપારી સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર દિવસ દરમિયાન 104 લોકો પાસેથી 19,600નો દંડ વસૂલવામાં આવ્યો છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં 3,100 કેસ કરવામાં આવ્યા છે. અને તમામ લોકો પાસેથી 5,59,500નો દંડ વસૂલવામાં આવ્યો છે.