Entertainment

અહાન પાંડે-અનીત પડ્ડાની લવ સ્ટોરીનું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ

By GS Team
18 Sep 20261 min read
TukuTouch Logo
મોહિત સૂરી 'સૈયારા'ની જોડી અનિત પડ્ડા અને અહાન પાંડેને લઈ નવી લવસ્ટોરીનું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ કરશે. અંધેરીના YRF સ્ટુડિયોમાં ઇન્ડોર શૂટિંગ પછી નવેમ્બરમાં ગોવામાં આઉટડોર શૂટિંગ થશે. ડિસેમ્બર સુધીમાં શૂટિંગ પૂરું કરવાનો અંદાજ છે. આ ફિલ્મમાં એક્શન પણ જોવા મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અહાન પાંડે-અનીત પડ્ડાની લવ સ્ટોરીનું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ
  • સૈયારાની જોડીની આ લવસ્ટોરીમાં એક્શન પણ હશે
  • ઓક્ટોબરમાં અંધેરીમાં સ્ટુડિયોમાં શૂટિંગ પૂરૂ કરી નવેમ્બરમાં ગોવામાં આઉટડોર શૂટિંગ શરૂ કરાશે

મુંબઇ : ૨૦૨૫ની હીટ લવસ્ટોરી' સૈયારા'ની જોડી અનિત પડ્ડા અને અહાન પાંડેને લઇ મોહિત સૂરીએ તેમની બીજી લવસ્ટોરીનું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ કરી દેશે. પહેલાં અંધેરીમાં આવેલાં વાયઆરએફ સ્ટુડિયોમાં ઓક્ટોબરથી ઇન્ડોર શૂટિંગ કરવામાં આવશે. એ પછી નવેમ્બરમાં આ ફિલ્મનું શૂટિંગ ગોવામાં શરૂ કરવામાં આવશે. નિર્માતાના અંદાજ અનુસાર ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બર સુધીમાં પુરૂ કરી લેવામાં આવશે.
દરમ્યાન અહાન પાંડેની અલી અબ્બાસ ઝફર નિર્દેશિત એક્શન ફિલ્મનું શૂટિંગ પણ ચાલી રહ્યું છે. અનિત પડ્ડાએ ૨૦૨૪માં બીગ ગર્લ્સ ડોન્ટ ક્રાય નામની સિરિઝ કરી હતી એ પછી તેની સૈયારા ફિલ્મ સાથે ફિલ્મી જગતમાં એન્ટ્રી પડી હતી. હવે અનિત પડ્ડા અને અહાન પાંડેની જોડી એક પરિપક્વ લવ સ્ટોરીમાં કામ કરવાની છે. તે સાથે આ કલાકારો ફક્ત વન ફિલ્મ વંડર છે કે ખરેખર લાંબી રેસના ખેલાડી પુરવાર થાય છે તે પણ સાબિત થઈ જશે.