ગાંગુલીની બાયોપિકનાં શૂટિંગની લીધે પીચને નુકસાનનો આરોપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

લંડન : ફિલ્મના શૂટિંગને કારણે અજબગજબની સમસ્યાઓ થતી હોય છે. આવી એક ઘટનામાં ઇંગ્લેન્ડમાં મેચ અધિકારીઓએ મેચમાં ખરાબ પીચ વપરાવાને કારણે લેસ્ટરશાયરની પીચને નબળી ગણાવી ૨૭ પોઇન્ટ કાપી લીધાં હતા અને પાંચ હજાર પાઉન્ડનો દંડ પણ કર્યો હતો. જોકે, પીચ ખરાબ થવા માટે સૌરવ ગાંગુલીની બાયોપિક 'દાદા'નાં શૂટિંગને જવાબદાર ઠેરવાતાં વિવાદ થયો છે.
લેસ્ટરશાયરે તેની ખરાબ પીચના બચાવમાં એક કારણ સૌરવ ગાંગુલીની બાયોપિકનું અચાનક શૂટિંગ તે પીચ પર કરવામાં આવ્યું હોઇ ગ્રાઉન્ડમેનને તે તૈયાર કરવાનો સમય ન મળ્યો હોવાનું આપ્યું હતું.
અહીં એક દિવસ માટે ગાંગુલીની ફિલ્મનું શૂટિંગ થયું હતું. તે દરમિયાન કોઈને પણ પીચ પર જવાની છૂટ ન હતી. જો કે, ક્રિકેટ ડિસિપ્લીન પેનલે આ કારણ ફગાવી દઇ જણાવ્યું હતું કે મેચ યોજાવાના ચાર દિવસ પૂર્વે આ શૂટિંગ થયું હોઇ તેને કારણે પીચ બગડી હોવાનું માની શકાય તેમ નથી.
ઉલ્લેખનીય છે કે રાજકુમાર રાવ આ બાયોપિકમાં ગાંગુલીની ભૂમિકા ભજવી રહ્યો છે. જોકે, ફિલ્મનાં પોસ્ટર રીલિઝ વખતે લોકોએ રાજકુમાર રાવના દેખાવની ટીકા કરી હતી.




