Jamnagar

લાલપુર તાલુકાના નવાગામની ખાનગી કંપનીના એરિયામાંથી રૂ.2.06 લાખનો સામાન ચોરાયો

By GS Team
13 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરના નવાગામ સીમ વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના ગ્લાસ ફેક્ટરી વિભાગના સબસ્ટેશનમાંથી અજાણ્યા તસ્કરો રૂ. 2.06 લાખનો સામાન ચોરી ગયા. ફરિયાદ મુજબ, ડીપી-02ના સબસ્ટેશન નં.3માંથી વિવિધ ધાતુની 10 પ્લેટો, 30 ક્લેમ્પ, 30 ગ્લાન્ડ અને 120 વોલ્ટની 8 બજાજ હાઈવે લાઈટ ગાયબ હતી. મેઘપર-પડાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લાલપુર તાલુકાના નવાગામની ખાનગી કંપનીના એરિયામાંથી રૂ.2.06 લાખનો સામાન ચોરાયો

Jamnagar: જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામ સીમ વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના ગ્લાસ ફેક્ટરી વિભાગના સબસ્ટેશનમાંથી અજાણ્યા તસ્કરો રૂ.2.06 લાખની કિંમતનો સામાન ચોરી જતા મેઘપર-પડાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, નવાગામ સીમ વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના ડીપી-02ના સબસ્ટેશન નં.3માં તપાસ દરમિયાન સબસ્ટેશનમાં લગાવવામાં આવેલી વિવિધ ધાતુની પ્લેટો સહિતનો સામાન ગાયબ હોવાનું ધ્યાને આવ્યું હતું.

ચોરાયેલા સામાનમાં 1240 એમએમની આશરે ૧૫ કિલો વજનની ચાર પ્લેટ, 1010 એમએમની આશરે 11 કિલો વજનની ચાર પ્લેટ તથા 780 એમએમની આશરે 9 કિલો વજનની બે પ્લેટ મળી કુલ 10 પ્લેટની કિંમત રૂ.91,500 થતી હતી. ઉપરાંત એસ.એસ.યુ. ક્લેમ્પ 30, એસ.એસ.એમ. ગ્લાન્ડ 30 તથા બજાજ હાઈવે લાઈટ 120 વોલ્ટની આઠ લાઈટ સહિત કુલ રૂ.2,06,000નો સામાન ચોરી થયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ અંગે કંપનીમાં નોકરી કરતા શિવમકુમારસિંહ પ્રભાષસિંહ રાજપૂત (ઉ.વ.29)ની ફરિયાદના આધારે મેઘપર-પડાણા પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 305(એ) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.