જામનગરમાં ગણેશ વિસર્જનનો ચોથો દિવસ : બંને કુંડમાં બાપ્પાની 62 મૂર્તિઓનું વિસર્જન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Ganeshotsav : જામનગર શહેરમાં ગણેશ મહોત્સવ અંતર્ગત ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા બંને વિસર્જન કુંડ ખાતે ગણેશજીની વિદાયનો ક્રમ યથાવત્ રહ્યો છે. તા.17 સપ્ટેમ્બરના ચોથા દિવસે શહેરના બંને વિસર્જન કુંડ ખાતે એક જ દિવસમાં કુલ 62 ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સાથે ગણેશ વિસર્જનના ચાર દિવસમાં બંને કુંડ ખાતે મળીને કુલ 458 ગણેશ મૂર્તિઓનું વિસર્જન પૂર્ણ થયું છે.
ગણેશ ભક્તો દ્વારા પોતાના ઘેર તેમજ વિવિધ સ્થળોએ સ્થાપિત કરવામાં આવેલી ગણેશજીની મૂર્તિઓને વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા નિર્ધારિત બંને કુંડ ખાતે લાવવામાં આવી રહી છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા મૂર્તિઓના વિસર્જનની પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી રહી છે.
ખંભાળિયા બાયપાસ કુંડમાં ચોથા દિવસે 45 મૂર્તિઓનું વિસર્જન
ચોથા દિવસે ખંભાળિયા બાયપાસ ખાતે બનાવવામાં આવેલા વિસર્જન કુંડમાં કુલ 45 ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સાથે આ કુંડમાં ચાર દિવસ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 370 ગણેશ મૂર્તિઓનું વિસર્જન થયું છે.
સરદાર રિવેરા કુંડમાં ચોથા દિવસે 17 મૂર્તિઓની વિદાય
સરદાર રિવેરા નજીકના વિસર્જન કુંડમાં ચોથા દિવસે કુલ 17 ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સાથે આ કુંડમાં ચાર દિવસ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 88 ગણેશ મૂર્તિઓનું વિસર્જન થયું છે.
ચાર દિવસમાં બંને કુંડમાં કુલ 458 મૂર્તિઓનું વિસર્જન
મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા વિસર્જન અહેવાલ મુજબ, તા.15 સપ્ટેમ્બરના બીજા દિવસે બંને કુંડમાં કુલ 68 મૂર્તિઓનું વિસર્જન થયું હતું, જ્યારે તા.16 સપ્ટેમ્બરના ત્રીજા દિવસે એક જ દિવસમાં 328 મૂર્તિઓનું સર્જન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તા.17 સપ્ટેમ્બરના ચોથા દિવસે બંને કુંડમાં કુલ 62 મૂર્તિઓનું વિસર્જન થયું હતું.
ચોથા દિવસે ખંભાળિયા બાયપાસ કુંડમાં 45 તથા સરદાર રિવેરા કુંડમાં 17 મૂર્તિઓ મળી કુલ 62 મૂર્તિઓનું વિસર્જન થયું હતું. આ સાથે ચાર દિવસ દરમિયાન ખંભાળિયા બાયપાસ કુંડમાં કુલ 370 અને સરદાર રિવેરા કુંડમાં કુલ 88 મળી બંને વિસર્જન કુંડમાં કુલ 458 ગણેશ મૂર્તિઓનું વિસર્જન થયું છે.
પર્યાવરણની જાળવણી સાથે ગણેશજીની વિદાયની પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નિર્ધારિત કરવામાં આવેલા બંને વિસર્જન કુંડનો ગણેશ ભક્તો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.




