Gujarat

જામનગરમાં દિગ્જામ સર્કલ ઓવરબ્રિજ ઉપર એકી સાથે ચાર વાહનો અથડાઇ પડતાં ટ્રાફિક જામની સમસ્યા

By GS Team
2 Dec 20211 min read
This article was originally published on 2 Dec 2021
જામનગરમાં દિગ્જામ સર્કલ ઓવરબ્રિજ ઉપર એકી સાથે ચાર વાહનો અથડાઇ પડતાં ટ્રાફિક જામની સમસ્યા

- પોલીસ તંત્ર દોડતું થયું: એકાદ કલાકની જહેમત પછી વાહન વ્યવહાર પૂર્વવત બન્યો, સદભાગ્યે જાનહાની ટળી

જામનગર તા ૨,

 જામનગરમાં દિગ્જામ સર્કલ ઓવરબ્રિજ ઉપર રાત્રિના સાડા દસેક વાગ્યાના અરસામાં એક પછી એક ચાર વાહનો ટકરાઇ ગયા હતા, જેના કારણે ટ્રાફિક જામ થયો હતો. અને એક પછી એક  વાહનોના થપ્પા લાગ્યા હતા. સદભાગ્યે જાનહાનિ ટળી હતી. પોલીસ તંત્રએ દોડી જઇ અડધો કલાકની જહેમત પછી વાહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો હતો.

જામનગરના દિગ્જામ સર્કલ થી સમર્પણ હોસ્પિટલ તરફના ઓવરબ્રિજ ઉપર ગઇકાલે રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં આગળ જઈ રહેલી એક કારના ચાલકે ઓચિંતી બ્રેક માર્યા પછી એક પછી એક ચાર કાર ટકરાઇ ગઇ હતી, અને અકસ્માતની હારમાળા સર્જાઇ હતી.જે ચારેય વાહનોમાં માત્ર નુકસાન થયું હતું. સદભાગ્ય કોઈને જાનહાની થઈ ન હતી.

આ અકસ્માતના બનાવ પછી બ્રિજ ઉપર એક પછી એક વાહનોના થપ્પા લાગી ગયા હતા અને થોડીવારમાં જ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો આખરે પોલીસ તંત્ર પહોંચ્યું હતું અને અડધો કલાકની જહેમત લઈને એક પછી એક વાહન ને દૂર કરીને માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. ત્યાં સુધી ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.