Jamnagar

જામનગરમાં જુદી-જુદી જગ્યાએ અંગ્રેજી દારૂ સાથે ચાર શખ્સો ઝડપાયા

By GS Team
5 Oct 20261 min read
TukuTouch Logo
જામનગરમાં પોલીસે દારૂબંધી ભંગના 4 અલગ-અલગ કેસોમાં 4 શખ્સોને ઝડપી પાડ્યા છે. સીટી બી ડિવિઝન પોલીસે મધુરમ રેસિડેન્સી પાસેથી રમેશ ગોજીયાને 400 મિલી. દારૂ સાથે, પુનીતનગર પાસેથી રામવિજયસિંહ જાડેજા અને શક્તિસિંહ ચાવડાને 300 રૂપિયાના દારૂ સાથે પકડ્યા. લાલપુર પોલીસે દિવ્યેશ ચોપડાને 180 મિલી. દારૂ સાથે અને સીટી સી ડિવિઝન પોલીસે જયેશ ગાગીયાને 2 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો. પોલીસે કુલ રૂ.3,078નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં જુદી-જુદી જગ્યાએ અંગ્રેજી દારૂ સાથે ચાર શખ્સો ઝડપાયા

Jamnagar Liquor Raid : જામનગર શહેર અને લાલપુર પંથકમાં પોલીસે દારૂના ચાર અલગ-અલગ બનાવમાં ચાર શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે અંગ્રેજી દારૂનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી છે.
સીટી બી ડિવિઝન પોલીસે મધુરમ રેસિડેન્સી, રોનીત એપાર્ટમેન્ટ પાસે જાહેર રોડ પરથી ખોડીયાર કોલોનીના રમેશભાઈ ખીમાનંદભાઈ ગોજીયાને ઝડપી લીધો હતો. તેની પાસેથી પ્લાસ્ટિકની બોટલમાં આશરે 400 મિલીલીટર લાલ રંગનું ભારતીય બનાવટનું વિદેશી દારૂનું પીણું, કિંમત રૂ.600, મળી આવ્યું હતું.
આ ઉપરાંત પુનીતનગર શેરી નં.2, ખોડીયાર માતાજીના મંદિર સામે જાહેર રોડ પરથી રામવિજયસિંહ જયેન્દ્રસિંહ જાડેજા અને શક્તિસિંહ નીરુભા ચાવડાને અંગ્રેજી દારૂના એક ચપલાં, કિંમત રૂ.300, સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
લાલપુર પોલીસે હુશેની ચોક નજીક જાહેર રોડ પરથી રૂપાવટી કાંઠે રહેતા દિવ્યેશભાઈ આલાભાઈ ચોપડાને ઝડપી લીધો હતો. તેની પાસેથી રાજસ્થાનમાં વેચાણ માટે દર્શાવાયેલી 180 મિલીલીટરની એક અંગ્રેજી દારૂની બોટલ, કિંમત રૂ.200, મળી આવી હતી.
જ્યારે સીટી સી ડિવિઝન પોલીસે 150 ફૂટ રિંગ રોડ પર દેશી માલધારી હોટલ સામે મહાદેવના મંદિર નજીકથી તીરૂપતિપાર્કમાં રહેતા જયેશ અરવિંદભાઈ ગાગીયાને પકડી તેની પાસેથી ‘માસ્ટર બ્લેન્ડર્સ સિગ્નેચર રેર એજ્ડ વ્હિસ્કી’ની બે બોટલ, કિંમત રૂ.1,978, કબજે કરી હતી.