Jamnagar

જામનગર જિલ્લામાં જુગારના ચાર દરોડા, 26 શખ્સો ઝડપાયા : રૂ.39,300 રોકડા કબજે

By GS Team
16 Aug 20262 mins read
TukuTouch Logo
જામનગર જિલ્લામાં પોલીસે 24 કલાકમાં જુગારના 4 દરોડા પાડ્યા. લાલપુર, શેઠવડાળા અને જામનગર શહેરમાંથી કુલ 26 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા. પોલીસે તેમની પાસેથી રૂ. 39,300 રોકડા અને ગંજીપાનાના 208 પાના જપ્ત કર્યા. જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં જુગારના ચાર દરોડા, 26 શખ્સો ઝડપાયા : રૂ.39,300 રોકડા કબજે

Jamnagar: જામનગર જિલ્લામાં પોલીસે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જુગારની ચાર અલગ-અલગ દરોડાની કાર્યવાહી કરી કુલ 26 શખ્સોને ઝડપી પાડી રૂ.39,300ની રોકડ રકમ તથા ગંજીપતાના પાના કબજે કર્યા છે.

લાલપુર પોલીસની કાર્યવાહી

લાલપુર તાલુકાના રીઝપર ગામમાં રાજશીભાઇ કનારા નામની દુકાન પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા વીક્રમસિંહ ગંભીરસિંહ જાડેજા (ઉ.વ.34), હેમંત વજશીભાઇ બેલા (ઉ.વ.34), દેવાયત ધાનાભાઇ વસરા (ઉ.વ.37) અને પીઠા રાજશીભાઇ વસરા (ઉ.વ.52) ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.10,250 રોકડા અને ગંજીપતાના 52 પાનાં મળી કુલ રૂ.10,250નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

શેઠવડાળા પોલીસની કાર્યવાહી

જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં જેમ્સ પાનની દુકાનની બાજુમાં ખુલ્લા પટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતી વિજ્યાબેન વા.ઓ. વજુભાઇ મેઘાભાઇ મકવાણા (ઉ.વ.50), ચંદ્રીકાબેન વા.ઓ. કાનાભાઇ મેઘાભાઇ મકવાણા (ઉ.વ.44), જોષનાબેન વા.ઓ. કમલેશભાઇ રાણાભાઇ ધુળા (ઉ.વ.27), રસિલાબેન વા.ઓ. રમેશભાઇ હિરાભાઇ મકવાણા (ઉ.વ.37) અને મનીષાબેન વા.ઓ. મનસુખભાઇ જેઠાભાઇ ચાવડા (ઉ.વ.50) ઝડપાયા હતા. પોલીસે રૂ.2,200 રોકડા તથા ગંજીપતાના ૫૨ પાનાં કબજે કર્યા હતા.

સીટી-સી ડિવિઝન પોલીસની બે કાર્યવાહી

જામનગરના હિંગળાજ ચોક, ગોળ ગોડાઉનવાળી ગલીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા વિજયભાઇ કરશનભાઇ અસ્વાર (ઉ.વ.49), મખન દેવીપ્રસાદ પટેલ (ઉ.વ.28), મુકેશ રામનરેશ (ઉ.વ.28), દિપુ નિયામત અલી (ઉ.વ.27), સાહીલ સંતોષ જાટવ (ઉ.વ.22), અનુપકુમાર રામચંદ રાજપુત (ઉ.વ.35), છોટુ ભગીરથ મડૈયા (ઉ.વ.37), બહાદુર સિતારામ યાદવ (ઉ.વ.39), વિક્રમ જંડેલસિંગ રાવત (ઉ.વ.25) અને નન્હે રાજા મનોજ (ઉ.વ.24) ઝડપાયા હતા. પોલીસે રૂ.15,250 રોકડા અને ગંજીપતાના ૫૨ પાનાં કબજે કર્યા હતા.

આ ઉપરાંત ગોકુલનગર રડાર રોડ પર બજરંગ હોટેલ સામેની ગલીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા નિલુકુમાર રામકેશ કુશવાહા (ઉ.વ.30), મિથલેશકુમાર બલવંતસિંહ કુશવાહા (ઉ.વ.24), મોહિત મુન્નીલાલ રાવત (ઉ.વ.24), શાનુ બાદામસિંહ કુશવાહા (ઉ.વ.27), નિરજ ગિરેન્દ્રસિંહ કુશવાહા (ઉ.વ.32), રોહીત વિરેન્દ્રસિંહ કુશવાહા (ઉ.વ.28) અને અમરસિંહ રમેશસિંહ કુશવાહા (ઉ.વ.27) ઝડપાયા હતા. તેમની પાસેથી રૂ.11,600 રોકડા તથા ગંજીપતાના ૫૨ પાનાં કબજે કરવામાં આવ્યા હતા.

આમ, પોલીસે જુગારના કુલ ચાર દરોડામાં 26આરોપીઓને ઝડપી પાડી રૂ.39,300 રોકડા તથા ગંજીપતાના કુલ 208 પાનાં કબજે કરી જુગારધારા કલમ-12 મુજબ કાર્યવાહી હાથ ધરી છે.