Jamnagar

જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં એક ક્રેટા કારમાંથી રૂ. 1.15 લાખનો વિદેશી દારૂ ઝડપાયો: એક આરોપીની અટકાયત

By GS Team
22 Jul 20261 min read
TukuTouch Logo
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી સિટી 'બી' ડિવિઝન પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઓમ રેસિડન્સી સામે પાર્ક કરેલી ક્રેટા કારમાંથી રૂ. 1,15,200નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. 5 લાખની કાર સહિત કુલ રૂ. 6,15,200નો મુદ્દામાલ જપ્ત કરી રાજુભાઈ હાસાનંદ પરસરામાણી (ઉંમર 50) નામના એક શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં એક ક્રેટા કારમાંથી રૂ. 1.15 લાખનો વિદેશી દારૂ ઝડપાયો: એક આરોપીની અટકાયત

Jamnagar: જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાંથી સિટી 'બી' ડિવિઝન પોલીસે એક ક્રેટા કારમાંથી રૂ. 6,15,200નો વિદેશી દારૂ અને કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે.

પોલીસની વિગતો મુજબ, તા. 21-07-2026ના રોજ ગુલાબનગર રાજપાર્ક સેવાસદનની પાછળ આવેલા ઓમ રેસિડન્સી સામે પાર્ક કરાયેલી સફેદ રંગની ક્રેટા કાર (રજિ. નં. જી.જે.10.ડીએન.1626) પર દરોડો પાડવામાં આવ્યો હતો.

દરોડા દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 118 બોટલ, કિંમત રૂ. 1,15,200 તથા ક્રેટા કાર કિંમત રૂ. 5 લાખ મળી કુલ રૂ. 6,15,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ કેસમાં રાજુભાઈ હાસાનંદ પરસરામાણી (ઉંમર 50), રહે. ઓમ રેસિડન્સી, ગુલાબનગર, જામનગરની ધરપકડ કરવામાં આવી છે.
આ અંગે સિટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ), 116(બી) અને 98(2) હેઠળ ગુનો નોંધી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. રાજ વધુ તપાસ ચલાવી રહ્યા છે.