Jamnagar

જામનગરના પાપા લુઈસ પિઝા પાર્લરમાં પિઝામાંથી વાળ અને જીવડું નીકળ્યાની ફરિયાદ બાદ ફૂડ શાખાની ટીમ દોડી : સંચાલકોને રૂ.૩ હજારનો દંડ ફટકારાયો

By GS Team
20 Nov 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં ગ્રીન સિટી વિસ્તારના પાપા લુઈસ પિઝા પાર્લરમાં પિઝામાંથી વાળ અને જીવડું નીકળ્યાની ગ્રાહકની ફરિયાદને પગલે મહાનગરપાલિકાની ફૂડ ટીમે તપાસ કરી હતી. તપાસમાં જીવડું નહીં, પરંતુ પિઝામાં વપરાતું શેકેલું જીરું બળી જવાથી તેવું દેખાતું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, સ્વચ્છતા જાળવવા ફૂડ વિભાગે પાર્લરને રૂ. 3 હજારનો દંડ ફટકારી કડક સૂચના આપી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના પાપા લુઈસ પિઝા પાર્લરમાં પિઝામાંથી વાળ અને જીવડું નીકળ્યાની ફરિયાદ બાદ ફૂડ શાખાની ટીમ દોડી : સંચાલકોને રૂ.૩ હજારનો દંડ ફટકારાયો

Jamnagar Food Safety : જામનગરના ગ્રીન સિટી વિસ્તારમાં આવેલા પાપા લુઈસ પિઝા પાર્લરમાં પિઝામાંથી વાળ અને જીવડું નીકળ્યાના ગ્રાહકના આક્ષેપના મામલે મહાનગરપાલિકાની ફૂડ શાખાની ટીમે તપાસ હાથ ધરી હતી. ગ્રાહકની ફરિયાદના આધારે આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. તપાસ દરમિયાન પિઝામાં ઉપયોગમાં લેવાતા જીરાને શેકવાથી જીવાત જેવી દેખાતી હોવાનું જાણવા મળ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, શિવરાજસિંહ સોલંકી નામના ગ્રાહક બે મિત્રો સાથે ગત રાત્રે પાપા લુઈસ પિઝા પાર્લરમાં અનલિમિટેડ પિઝા ખાવા ગયા હતા. આ દરમિયાન પીરસવામાં આવેલા પિઝામાંથી પ્રથમ વાળ અને ત્યારબાદ જીવડું મળી આવ્યાનો તેમણે આક્ષેપ કર્યો હતો. આ અંગે રેસ્ટોરન્ટના સ્ટાફને રજૂઆત કરતાં સ્ટાફે પોતાની ભૂલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ મામલો મેનેજર સુધી પહોંચ્યો હતો.
આ ઘટનાને પગલે ગ્રાહક દ્વારા મહાનગરપાલિકાની ફૂડ શાખામાં ફરિયાદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલો ફૂડ વિભાગના ધ્યાને આવતાં ટીમે પિઝા પાર્લર ખાતે પહોંચી તપાસ કરી હતી.
ખાદ્ય પદાર્થોની સ્વચ્છતા અને આરોગ્યપ્રદ સ્થિતિ જાળવવાના મુદ્દે ફૂડ શાખાએ પાપા લુઈસ પિઝાના તાકીદ કરી હતી. જોકે સેફ્ટી મેન્ટેનન્સ સંબંધે તમામ જરૂરી કાર્યવાહી યોગ્ય જણાઇ હતી, પરંતુ વધુ ચોકસાઈ જાળવવાના ભાગરૂપે પીઝા પાર્લરના સંચાલકોને રૂ.3 હજારનો દંડ ફટકાર્યો હતો. સાથે જ પાર્લરમાં સાફ-સફાઈની પૂરતી તકેદારી રાખવા અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત તથા આરોગ્યપ્રદ ખોરાક પીરસવા કડક સૂચના આપી ચેતવણી પણ આપવામાં આવી હતી.
ગ્રાહકે મંગાવેલા કોરિયન પીઝામાં શેકેલું જીરું નાખવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું
જામનગરના પીઝા પાર્લરમાં જીવડું નીકળ્યાની ફરિયાદ બાદ તપાસની કરવામાં આવતા ગ્રાહકે પીઝા પાર્લરમાં કોરિયન પીઝાનો ઓર્ડર આપ્યો હતો અને તેમાં તલ અને ઝીરું શેકીને ઉપરથી નાખવામાં આવતું હોવાથી તે જીરું બળી જવાના કારણે જીવડું હોય તેવું દેખાઈ રહ્યું હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું. હકીકતે જીવડું નહીં પરંતુ શેકેલું જીરુ હોવાનું જાણવા મળી રહ્યું છે.