Ahmedabad

હવે વાહનો પર જાતિસૂચક શબ્દો લખવા પર પ્રતિબંધ, ગુજરાત મોટર વ્હીકલ નિયમમાં મહત્ત્વપૂર્ણ સુધારો

By GS Team
20 Nov 20262 mins read
TukuTouch Logo
ગુજરાત સરકારે ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો કે ચિન્હો પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ગુજરાત મોટર વ્હીકલ નિયમ, 1989માં સુધારો કરીને આ નવો નિયમ 17 નવેમ્બર, 2026ના રોજ અમલમાં મૂકવામાં આવ્યો છે. ટુ-વ્હીલરથી માંડીને ટ્રક સુધીના તમામ વાહનોને લાગુ પડશે. 30 દિવસમાં કોઈ વાંધા-સૂચનો ન મળતા સરકારે આ નિર્ણય લીધો છે, જેનો મુખ્ય હેતુ જાતિગત ઓળખના પ્રદર્શન પર રોક લગાવવાનો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે વાહનો પર જાતિસૂચક શબ્દો લખવા પર પ્રતિબંધ, ગુજરાત મોટર વ્હીકલ નિયમમાં મહત્ત્વપૂર્ણ સુધારો
AI IMAGE

Gujarat ban on caste stickers on vehicles : રાજ્યમાં ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો કે ખાસ ચિહ્નો દર્શાવી જાતિગત ઓળખનું પ્રદર્શન કરવાની વધતી પ્રવૃત્તિ પર રોક લગાવવા સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર, બસ કે ટ્રક સહિત કોઈપણ ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો, સંકેતો કે આકૃતિઓ પ્રદર્શિત કરી શકાશે નહીં. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત મોટર વ્હીકલ નિયમ, 1989માં સુધારો કરીને આ જોગવાઈ અમલમાં મુકી છે.

નિયમ 125 અને 138માં ફેરફાર

રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા 17 નવેમ્બર, 2026ના રોજ સત્તાવાર રીતે ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026 જારી કરવામાં આવ્યો છે. આ નવા સુધારામાં મોટર વાહન નિયમોના નિયમ 125ના પેટાનિયમ (1)માં અગાઉ રહેલા ‘No advertising device, figure’ શબ્દોના સ્થાને હવે ‘No advertising device, caste signage, figure’ ઉમેરવામાં આવ્યું છે. જેનો અર્થ થાય છે કે વાહનો પર હવે જાતિસૂચક શબ્દો કે ખાસ ચિન્હો દર્શાવી શકાશે નહીં

આ સિવાય નિયમ 138માં એક નવો પેટાનિયમ (3) ઉમેરવામાં આવ્યો છે. જે અંતર્ગત, રાજ્ય સરકાર દ્વારા સમાન્ય અથવા વિશેષ હુકમથી મંજૂરી આપવામાં આવી હોય તેવા અપવાદરૂપ કિસ્સાઓ સિવાય કોઈપણ ખાનગી વાહન પર જાહેરાતનું ઉપકરણ, જાતિ દર્શાવતું ચિન્હ, આકૃતિ કે લખાણ દર્શાવી શકાશે નહીં

image.png
image.png

કોઈ વાંધા કે સૂચન પ્રાપ્ત ન થતા નવા નિયમ અમલી

નોંધનીય છે કે, આ સુધારાના મુસદ્દા અગાઉ 11 જૂન, 2026ના રોજ નાગરિકો પાસેથી 30 દિવસની અંદર વાંધા કે સૂચનો મંગાવવામાં આવ્યા હતા. આ સમય મર્યાદામાં કોઈ પણ વાંધા કે સૂચન પ્રાપ્ત ન થતા સરકાર દ્વારા આ નિયમને જારી કરી દેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી હવે વાહનો પર શું પ્રદર્શિત કરી શકાય અને શું નહીં તે અંગેનું નિયમન વધુ સ્પષ્ટ અને કડક બનશે.