Jamnagar

સમગ્ર ગુજરાતમાં હવામાન ખાતા દ્વારા ભારે વરસાદની આગાહીના પગલે જામનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો

By GS Team
14 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરમાં હવામાન ખાતાની આગાહીને પગલે મોસમનો મિજાજ બદલાયો છે. ગઈકાલે સાંજે ભારે પવન સાથે કાળા વાદળો છવાયા હતા અને છૂટાછવાયા ઝાપટાં પડ્યા હતા. જામનગર શહેરમાં ઝરમર વરસાદ બાદ આજે પણ છાંટા ચાલુ છે. જામજોધપુરના જામવાડીમાં 1 ઇંચ અને વાંસજાળીયામાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આગામી 2 દિવસ વધુ વરસાદની શક્યતા છે, જે ખેડૂતોના ઉભા પાકને જીવતદાન આપશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સમગ્ર ગુજરાતમાં હવામાન ખાતા દ્વારા ભારે વરસાદની આગાહીના પગલે જામનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો

Jamnagar Rain Update : ગુજરાતમાં હવામાન ખાતાની ભારે વરસાદની આગાહીના પગલે જામનગર જિલ્લામાં પણ મોસમે મિજાજ બદલ્યો છે. ગઈકાલે સાંજે ભારે પવન સાથે આકાશમાં કાળા વાદળો છવાયા હતા, અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા.
જામનગર શહેરમાં ગઈકાલે સાંજથી ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો, અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં બાદ આજે પણ વરસાદી માહોલ છે અને છાંટા પડી રહ્યા છે. વધુ વરસાદની આશા સિવાય રહી છે.
જામનગર શહેર ઉપરાંત જામનગર તાલુકામાં ગઈકાલે વરસાદી કરંટ જોવા મળ્યો હતો. ખાસ કરીને જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે વાંસજાળીયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત જામનગર જિલ્લાના તમામ તાલુકા મથકો ધ્રોલ જોડિયા કાલાવડ જામજોધપુર ઝાપટા પડ્યા હોવાના અહેવાલો મળ્યા છે. હવામાન ખાતા દ્વારા હજુ બે દિવસની વરસાદની આગાહી કરવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં હજુ વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ દર્શાવાઇ રહી છે અને ખેડૂતના ઉભા પાકને જીવત દાન મળી રહેશ.