Jamnagar

જામનગરમાં આજે મહેસૂલી કર્મચારીઓની માસ સીએલથી સરકારી કામગીરી ખોરવાવાની ભીતિ

By GS Team
5 Oct 20261 min read
TukuTouch Logo
જામનગરમાં મહેસૂલી કર્મચારીઓએ પડતર માંગણીઓ માટે આજે માસ સીએલનું એલાન કર્યું છે. વર્ગ-3ના કર્મચારીઓની આ હડતાળને કારણે કલેક્ટર, પ્રાંત અને મામલતદાર કચેરીઓમાં કામગીરી ખોરવાશે. આવક, જાતિના દાખલા, 7/12 અને 8-અના ઉતારા તેમજ જમીન માપણી જેવા કામો અટકી પડશે. સરકારે રજા મંજૂર ન કરવા અને ગેરહાજર કર્મચારીઓ સામે કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં આજે મહેસૂલી કર્મચારીઓની માસ સીએલથી સરકારી કામગીરી ખોરવાવાની ભીતિ

Jamnagar News : રાજ્યભરના મહેસૂલી વિભાગના વર્ગ-3ના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માંગણીઓના ઉકેલ માટે આજે સામૂહિક રજા (માસ સીએલ)નું એલાન કરવામાં આવ્યું છે. જેના પગલે આજે જામનગરમાં કલેક્ટર, પ્રાંત અધિકારી અને મામલતદાર કચેરીઓ સહિત મહેસૂલ વિભાગની વિવિધ કામગીરી પર અસર થવાની શક્યતા છે.
મહેસૂલી કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ અંગે લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં નક્કર ઉકેલ નહીં આવતાં કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. કર્મચારીઓના માસ સીએલના પગલે અરજદારોને આવક, જાતિ, નોન-ક્રિમિલેયર સહિતના દાખલા, 7/12 અને 8-અના ઉતારા, ઈ-ધરા તથા જમીન માપણી સહિતની કામગીરીમાં મુશ્કેલી પડી શકે છે.
બીજી તરફ, કર્મચારીઓના માસ સીએલના કાર્યક્રમ પૂર્વે રાજ્ય સરકારે પણ કડક વલણ અપનાવી અનિવાર્ય સંજોગો સિવાય રજા મંજૂર ન કરવા તેમજ ફરજ પર ગેરહાજર રહેનારા કર્મચારીઓ સામે સેવા તૂટ સહિતની કાર્યવાહી કરવાની ચીમકી આપી હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર મામલે હવે સરકાર અને મહેસૂલી કર્મચારીઓ વચ્ચેના ટકરાવ વચ્ચે અરજદારોના કામકાજને અસર ન થાય તે માટે વહીવટી તંત્ર શું પગલાં લે છે અને કર્મચારીઓ પોતાની માંગણીઓ અંગે આગામી દિવસોમાં કેવો નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે.