Jamnagar

જામનગર તાલુકાના મુંગણી ગામે દુકાન ભાડે આપવાના મામલે પિતા-પુત્ર પર લોખંડના પાઇપથી હુમલો, ગુનો નોંધાયો

By GS Team
18 Jul 20261 min read
TukuTouch Logo
જામનગરમાં સિક્કા પોલીસ મથક હેઠળના મુંગણી ગામે દુકાન ભાડે આપવા મુદ્દે થયેલા વિવાદમાં 14 જુલાઈની રાત્રે કિરીટસિંહ કંચવાએ મહિપતસિંહ અને તેમના પુત્ર જયવીરસિંહ પર લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ બાબતે સિક્કા પોલીસે આરોપી કિરીટસિંહ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 352 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર તાલુકાના મુંગણી ગામે દુકાન ભાડે આપવાના મામલે પિતા-પુત્ર પર લોખંડના પાઇપથી હુમલો, ગુનો નોંધાયો

Jamnagar: સિક્કા પોલીસ મથક વિસ્તારના મુંગણી ગામમાં દુકાન ભાડે આપવાની બાબતને લઈને થયેલા વિવાદમાં એક શખ્સે પિતા અને પુત્ર પર લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. બનાવ અંગે સિક્કા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, મુંગણી ગામના ગાગવા રોડ પર રહેતા વર્ષાબા મહિપતસિંહ કંચવાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પતિ મહિપતસિંહની ગાગવા ધારે આવેલી દુકાન હાલમાં બંધ છે અને તેને ભાડે આપવાની ઇચ્છા હતી. જોકે, ગામમાં રહેતો કિરીટસિંહ રણજીતસિંહ કંચવા દુકાન કોઈને ભાડે આપવા દેતો ન હોવાથી આ બાબતનું મનદુઃખ રાખતો હતો.

આ જ અદાવતમાં તા. 14 જુલાઈની રાત્રે મુંગણી ગામે ફરિયાદીના ઘરની બહાર આરોપીએ મહિપતસિંહને અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ લોખંડના પાઇપ વડે મહિપતસિંહ તેમજ તેમના પુત્ર જયવીરસિંહ પર હુમલો કરી બંનેને મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી.

આ બનાવ અંગે સિક્કા પોલીસ સ્ટેશનમાં આરોપી કિરીટસિંહ રણજીતસિંહ કંચવા સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 115(2), 352 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.