જામનગર તા ૩૦,
જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ દિવસ દરમિયાન વીજ ચેકિંગ ટુકડીએ વ્યાપક પ્રમાણમાં દરોડા પાડી રૂ 5૦ લાખની વીજચોરી પકડી પાડયા પછી આજે સતત ચોથા દિવસે પણ વીજ ચેકિંગની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે, અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોને ધમરોળવામાં આવી રહ્યા છે.
પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા આજે કલ્યાણપુર સબ ડિવીઝન હેઠળના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત ભાટિયા ટાઉન અને આજુબાજુના ગામડાઓમાં વહેલી સવારથી જ વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી હતી. જેના માટે 31 જેટલી વીજ ચેકિંગ ટુકડીને ઉતારવામાં આવી છે. જેની મદદ માટે 14 લોકલ પોલીસ, તથા 11 એસઆરપીના જવાનો તેમજ ત્રણ વીડિયોગ્રાફરને જોડવામાં આવ્યા છે. જેથી કલ્યાણપુર પંથક મા આજે વિજ ચોરીને લઈને દોડધામ થઈ છે.


