જામનગર નજીક ચેલા ગામ પાસે બેફામ જ્યુપીટરની ટક્કરે વૃદ્ધને ગંભીર ઇજા : ચાલક સામે ગુનો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Accident : જામનગર તાલુકાના ચેલા ગામના બસ સ્ટેશન નજીક બેફામ વાહન હંકારી સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. આ અંગે વૃદ્ધના પુત્ર નરેન્દ્રસિંહ જસવંતસિંહ દેદાએ પંચકોશી 'બી' ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, તેમના પિતા જસવંતસિંહ દેદા (ઉ.વ.76) રસ્તા પર પગપાળા પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે જી.જે.10-ઈ.જે.3874 નંબરની જ્યુપીટરના ચાલક રાકેશ સોલંકીએ વાહન બેફામ, બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી પાછળથી ટક્કર મારી
હતી.
અકસ્માતના કારણે જસવંતસિંહ દેદા રોડ પર પટકાતા તેમના ડાબા પગ, જમણા પગ તથા ડાબા હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પંચકોશી 'બી' ડિવિઝન પોલીસે રાકેશ સોલંકી સામે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









