જામજોધપુર તાલુકાના મોટી ગોપ નજીક રિક્ષા પલટી જતાં વૃદ્ધનું મોત, બેને ગંભીર ઈજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર તાલુકાના દરેડ નજીક રહેતો પરિવાર ગોપનાથ મહાદેવના દર્શન કરી રિક્ષામાં પરત ફરી રહ્યો હતો ત્યારે ગોપનાથ ડુંગર પરથી નીચે ઉતરતી વખતે રિક્ષા ચાલકે બેફિકરાઈ અને ગફલતભરી રીતે રિક્ષા હંકારતાં સંતુલન ગુમાવી રિક્ષા પલટી ખાઈ હતી. અકસ્માતમાં રિક્ષામાં સવાર ખીમજીભાઈ મનજીભાઈ ચૌહાણ (ઉંમર 65) રિક્ષા નીચે દબાઈ જતાં માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેમને લાલપુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે મૃતકની પુત્રી જયશ્રીબેન સુનિલભાઈ રાઠોડે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તા. 5 સપ્ટેમ્બરના રોજ પરિવારના સભ્યો સીએનજી રિક્ષા નં. જીજે 10- ટીડબલ્યુ-1077માં ગોપનાથ મહાદેવના દર્શન માટે ગયા હતા. બપોરે પરત ફરતી વખતે રિક્ષા અમરશીભાઈ મંગાભાઈ સાગઠીયા ચલાવતા હતા. ગોપનાથ ડુંગર પરથી નીચે ઉતરતી વખતે તેમણે રિક્ષા બેફિકરાઈથી ચલાવતાં તેનું સંતુલન ગુમાવ્યું હતું અને રિક્ષા પલટી ખાઈ ગઈ હતી.
અકસ્મઝતમાં ખીમજીભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જ્યારે ફરિયાદીના પતિ સુનિલભાઈને માથા તથા શરીરે ઈજાઓ થઈ હતી. ફરિયાદીના ભાઈ દિલીપભાઈને ડાબા પગમાં ગંભીર ઈજા થઈ હતી. પરિવારના અન્ય સભ્યોને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. 108ની મદદથી તમામને લાલપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં ખીમજીભાઈને મૃત જાહેર કરાયા હતા, જ્યારે સુનિલભાઈ અને દિલીપભાઈને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




