જામનગર શહેરમાં મનપાની આરોગ્યશાખાની તપાસણી દરમિયાન તાવના 229-ઝાડા ઉલટીના 85 કેસો મળી આવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Corporation : જામનગર મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય શાખા હેઠળના મેલેરીયા વિભાગે 13 આરોગ્ય કેન્દ્રો હેઠળના વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોમાં કરેલી મચ્છરજન્ય રોગચાળા વિરોધી કરેલી ઝુંબેશ દરમિયાન તંત્રની ટીમોને તાવના ફ્લૂ અને ઝાડા-ઉલટીના 85 કેસો મળી આવ્યા છે. તેમજ તંત્રની ટીમોએ મચ્છરોની ઉત્પત્તિ થતાં પહેલા જ નાથવાની કામગીરી પણ કરી હતી. તંત્રની 233 ટીમોએ 97,244 ઘરોનો સર્વે કર્યો હતો. જેમાં 1935 ઘરોમાં મચ્છરોના પોરાની ઉત્પત્તિ જોવા મળી હતી. આ ઉપરાંત ટીમો દ્વારા પાણી ભરવાના કુલ 4,72,507 પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી. આવા પાત્રોમાંથી 2088 પાત્રોમાં પણ મચ્છરોના પોરાની ઉત્પત્તિ જોવા મળી હતી.
તેથી તંત્રએ આ પાત્રો ઉપરાંતના અન્ય મળીને 2184 પાત્રોનો નાશ કરાવ્યો હતો. ઉપરાંત કુલ 45,812 પાત્રોમાં મચ્છર વિરોધી દવા નાંખી હતી. આ તપાસ દરમિયાન તાવના 229 કેસો અને ઝાડા-ઉલટીના 85 કેસો મળી આવ્યા હતા.









