જામનગર નજીક ખાનગી કંપનીમાં વિચિત્ર અકસ્માતમાં ટ્રક નીચે કચડાતા ડ્રાઇવરનું કરુણ મૃત્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ મથક વિસ્તાર હેઠળ આવેલી એક ખાનગી કંપનીમાં વિચિત્ર અકસ્માત સર્જાતાં ટ્રક ડ્રાઇવરનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકુદરતી મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ઠાકર શેરડી ગામના રહેવાસી અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા રાજશીભાઈ મેરામણભાઈ કંડોરીયા (ઉ.વ. 39) ખાનગી કંપનીમાં ટ્રક (ડમ્પર) ચલાવતા હતા. ડમ્પર પાર્ક કર્યા બાદ તેઓ ટ્રકના ટાયરમાં પથ્થર મૂકવા માટે નીચે ઉતર્યા હતા. તે દરમિયાન કોઈ કારણોસર અકસ્માતે ટ્રક નીચે સરકી જતા ટાયરની નીચે આવી ગયા હતા. પેટના ભાગે ગંભીર ઇજા થતાં તેમને તાત્કાલિક ખાનગી કંપનીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે અકસ્માત મૃત્યુ ની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









