Jamnagar

વાદળોની અવરજવર છતાં મેઘરાજા મહેરબાન નહીં, જામનગર જિલ્લામાં વરસાદની રાહ.!

By GS Team
9 Jul 20261 min read
TukuTouch Logo
જામનગરમાં છેલ્લા 2-3 દિવસથી વાદળછાયું વાતાવરણ છે, પણ મેઘરાજા મન મૂકીને વરસતા નથી. હવામાન વિભાગ મુજબ, છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં નોંધપાત્ર વરસાદ નથી. ખેડૂતો ચિંતિત છે, કારણ કે ખેતી વરસાદ પર નિર્ભર છે. શહેર અને જિલ્લાના લોકો પણ ઉકળાટમાંથી રાહત અને જળાશયોમાં નવા નીરની આશા રાખે છે. સૌની નજર આકાશ તરફ મંડાયેલી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાદળોની અવરજવર છતાં મેઘરાજા મહેરબાન નહીં, જામનગર જિલ્લામાં વરસાદની રાહ.!

Jamnagar Rain Update : જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દિવસ દરમિયાન સૂર્યનારાયણ પણ વાદળોની ઓટમાં રહેતા હોવાથી ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અને ગરમીમાં પણ આંશિક રાહત અનુભવાઈ રહી છે.
જોકે આકાશમાં વાદળોની અવરજવર સતત જોવા મળતી હોવા છતાં મેઘરાજા મન મૂકીને વરસતા નથી. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં માત્ર છાંટા કે ઝાપટાં પડ્યા હોવાની સ્થિતિ છે, પરંતુ નોંધપાત્ર વરસાદ થયો નથી.હવામાન વિભાગના ઉપલબ્ધ આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર જિલ્લાના કોઈપણ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. પરિણામે વરસાદની આતુરતાપૂર્વક રાહ જોતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેતીના વિવિધ કાર્યો વરસાદ પર આધારિત હોવાથી સમયસર સારો વરસાદ થાય તેવી ખેડૂતોની અપેક્ષા છે.
બીજી તરફ શહેર અને જિલ્લાના લોકો પણ ઉકળાટભર્યા વાતાવરણમાંથી કાયમી રાહત મળે અને જળાશયોમાં નવા પાણીની આવક શરૂ થાય તે માટે મેઘરાજા મન મૂકીને વરસે તેવી આશા રાખી રહ્યા છે. હાલમાં સમગ્ર જિલ્લામાં સૌની નજર આકાશ તરફ મંડાયેલી છે અને ક્યારે મેઘરાજા મહેરબાન થશે તેની રાહ જોવાઈ રહી છે.