Jamnagar

જામનગરમાં બેફામ કારચાલકે બુલેટને ટક્કર મારતાં દંપતી ઇજાગ્રસ્ત : મહિલા ગંભીર રીતે ઘાયલ, કારચાલક ફરાર

By GS Team
8 Jul 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં ધન અપૂર્વા સોસાયટી નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. પૂરપાટ ઝડપે આવતી સફેદ કારે બુલેટને ટક્કર મારતા કીર્તીકુમાર રામનાણી અને તેમના પત્ની નિયતિબેન ઇજાગ્રસ્ત થયા હતા. નિયતિબેનને પગમાં ફ્રેક્ચર થયું છે. અકસ્માત સર્જી કારચાલક ફરાર થતા, સિટી "એ" ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં બેફામ કારચાલકે બુલેટને ટક્કર મારતાં દંપતી ઇજાગ્રસ્ત : મહિલા ગંભીર રીતે ઘાયલ, કારચાલક ફરાર

Jamnagar Crime : જામનગર શહેરના સીટી "એ" ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ધન અપૂર્વા સોસાયટી ગેટ નં.2 સામે જાહેર માર્ગ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે કાર ચલાવી બુલેટ મોટરસાયકલને ટક્કર મારતા દંપતી ઇજાગ્રસ્ત બન્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગે પ્રણામી ટાઉનશીપ-3 ખાતે રહેતા કીર્તીકુમાર સુરેશભાઈ રામનાણીએ સીટી "એ" ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેઓ પોતાની પત્ની નિયતિબેન સાથે બ્લેક કલરની બુલેટ મોટરસાયકલ (રજી. નં. જી.જે.10-ઈ.જે.2714) પર કીર્તીપાન પાસેથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન ધન અપૂર્વા સોસાયટી ગેટ નં. 2 પાસે રોડ ક્રોસ કરતી વખતે વિયાના પાર્ક તરફથી આવેલી સફેદ રંગની કાર (રજી. નં. જી.જે.01-આર.એસ.2982)ના ચાલકે બેફામ અને બેદરકારીપૂર્વક વાહન હંકારી બુલેટને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માતમાં કીર્તીકુમાર રામનાણી તથા તેમની પત્ની નિયતિબેન રોડ પર પટકાયા હતા. જેમાં નિયતિબેનને ડાબા પગના પંજામાં ફ્રેક્ચર તેમજ શરીરના અન્ય ભાગોમાં ઇજાઓ પહોંચી હતી, જ્યારે કીર્તીકુમારને પણ ઇજાઓ થઈ હતી. અકસ્માત બાદ કારચાલક કોઈપણ પ્રકારની મદદ કર્યા વગર સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.
આ બનાવ અંગે સીટી "એ" ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 281, 125(એ), 125(બી) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને 134 હેઠળ ગુનો નોંધી ફરાર કારચાલકને ઝડપી પાડવા તથા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.