Jamnagar

જામનગર નજીક નાની ખાવડીની ગોળાઈ પાસે ડમ્પરની ટક્કરે બાઈક સવાર દંપતી-પુત્રી ઈજાગ્રસ્ત : ડમ્પર ચાલક સામે ફરિયાદ

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગર પાસેના સિક્કા નજીક નાની ખાવડી ગામે ગોળાઈ પાસે ડમ્પરે મોટરસાયકલને ટક્કર મારતા દંપતી અને તેમની પુત્રીને ઈજા થઈ હતી. પ્રેમજીભાઈ, તેમના પત્ની રેખાબેન અને પુત્રી જયશ્રીબેન મોટીખાવડીથી પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. રેખાબેનને હાથમાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે જયશ્રીબેનને બંને પગમાં ગંભીર ઈજા થતાં અમદાવાદ ખસેડાયા હતા. સિક્કા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક નાની ખાવડીની ગોળાઈ પાસે ડમ્પરની ટક્કરે બાઈક સવાર દંપતી-પુત્રી ઈજાગ્રસ્ત : ડમ્પર ચાલક સામે ફરિયાદ

Jamnagar Accident : સિક્કા નજીક નાની ખાવડી ગામની ગોળાઈ પાસે પાછળથી પૂરઝડપે આવેલા ડમ્પરે મોટરસાયકલને ટક્કર મારતાં બાઈક પર સવાર દંપતી અને તેમની પુત્રીને ઈજા પહોંચી હતી. જેમાં મહિલાને હાથમાં ફ્રેક્ચર જ્યારે પુત્રીને બંને પગમાં ગંભીર ઈજા થતાં અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
સિક્કા પોલીસમાં પ્રેમજીભાઈ ગોવિંદભાઈ નકુમ (ઉ.વ.50, રહે. સિક્કા)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.30 ઓગસ્ટના સાંજના સમયે તેઓ પત્ની રેખાબેન અને પુત્રી જયશ્રીબેન સાથે મોટીખાવડીથી પોતાના ઘરે સિક્કા તરફ મોટરસાયકલ પર પરત ફરી રહ્યા હતા. મોટરસાયકલ પ્રેમજીભાઈ ચલાવતા હતા અને પાછળ પત્ની તથા પુત્રી બેઠાં હતાં. નાની ખાવડી ગામની ગોળાઈ પાસે પહોંચતા પાછળથી આવેલા ડમ્પરના ચાલકે તેમની મોટરસાયકલને ટક્કર મારતાં ત્રણેય રોડ પર પટકાયા હતા.
અકસ્મતમાં પ્રેમજીભાઈને જમણા ખભાના ભાગે મુંઢ ઈજા થઈ હતી, જ્યારે રેખાબેનને જમણા હાથના કાંડા ઉપરના ભાગે ફ્રેક્ચર થયું હતું. પુત્રી જયશ્રીબેનને બંને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલકે જ ઈમરજન્સી સેવાને જાણ કરતાં ત્રણેયને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રેમજીભાઈને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી, જ્યારે રેખાબેનને ફ્રેક્ચરની ઈજાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પુત્રી જયશ્રીબેનને બંને પગમાં ગંભીર ઈજા હોવાથી રાત્રે જ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
અકસ્મતમાં સામેલ ડમ્પરનો નોંધણી નંબર જીજે-03-બી.ડબલ્યુ.-1851 હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સિક્કા પોલીસે ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.