Jamnagar
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં યુવક પાસેથી દેશી પિસ્તોલ અને કારતૂસ ઝડપાયા
By GS Team
25 Aug 20261 min read
જામનગર પોલીસે નવાગામ ઘેડ સ્મશાન રોડ પરથી રાજેશ ઉર્ફે રાજ ધમસાણીયા નામના યુવકને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ કિંમત રૂ.25,000 અને એક જીવતો કારતૂસ કિંમત રૂ.100 મળી કુલ રૂ.25,100નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સીટી બી ડિવિઝન પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં સ્મશાન તરફ જતા રોડ પર સર્વેલન્સ સ્ક્વોડે કાર્યવાહી કરી એક યુવકને ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ઝડપી લીધો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, ફલ્લા ગામના રહેવાસી રાજેશ ઉર્ફે રાજ પ્રવીણભાઈ ધમસાણીયાની પાસેથી કોઈપણ પ્રકારના પરવાના કે લાઇસન્સ વગર રાખવામાં આવેલી દેશી બનાવટની પિસ્તોલ કિંમત રૂ.25,000 તથા એક કારતૂસ કિંમત રૂ.100 મળી કુલ રૂ.25,100નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
સીટી બી ડિવિઝન પોલીસે આરોપી સામે આર્મ્સ એક્ટની કલમ 25(1-બી)(એ) તથા 29 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.