જામનગરમાં પોલીસ પેટ્રોલીંગ દરમિયાન રાજસ્થાનના દારૂ સાથે કંડક્ટર ઝડપાયો : રૂ.17,100નો દારૂ-બિયરનો જથ્થો કબજે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Liquor Raid : જામનગર શહેરમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પંચવટી સર્કલ-બેડેશ્વર પુલ નજીકથી રાજસ્થાનના માર્કાવાળા ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીના કબજામાંથી દારૂની 47 બોટલ તથા બિયરના 24 ટીન મળી કુલ રૂ.17,100નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે.
પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે આશાપુરા હોટલ પાસે ખાનગી રાહે બાતમી મળી હતી કે, પંચવટી સર્કલ-બેડેશ્વર પુલ પાસે એક શખ્સ ગ્રે રંગના થેલામાં વિદેશી દારૂનો જથ્થો રાખીને ઊભો છે. બાતમીના આધારે પોલીસે બે રાહદારી પંચોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન ગ્રે રંગના થેલા સાથે મળી આવેલા શખ્સની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ક્રિપાલસિંહ સુખદેવસિંહ ઝાલા (ઉંમર 24, વ્યવસાયે કંડક્ટર, રહે. શાંતિનગર શેરી નં.7, મચ્છરનગર, જામનગર હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની તલાશી લેતાં થેલામાંથી 847 બોટલ મળી આવી હતી. એક બોટલની કિંમત રૂ.300 મુજબ કુલ રૂ.14,100નો દારૂ કબજે કરાયો હતો.
આ ઉપરાંત 3000 હજાર રૂપિયાની કિંમતના બિયરના 500 મિલીના 24 ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂ અને બિયર રાખવા અંગે પાસ-પરમિટ માગતાં આરોપીએ પોતાની પાસે ન હોવાનું જણાવ્યું હતું.
આમ પોલીસે કુલ રૂ.17,100ના મુદ્દામાલ સાથે ક્રિપાલસિંહ ઝાલાને ઝડપી લઇ તેની સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ) અને 116(બી) મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









